બેબી મન્કી આ ડૉગીને વહાલથી વળગે છે, પાછળથી બટકું ભરે છે, એકમેકની સામે ઘુરકિયાં કાઢીને પ્રેમ વ્યક્ત કરે છે. બૅબી મન્કી તો ડૉગીની પીઠ પર બાઅદબ સવારી પણ કરી લે છે.
દિલ્હીના એક પાર્કમાં ડૉગી અને બેબી મન્કી વચ્ચે અનોખો બૉન્ડ જોવા મળી રહ્યો
બે પ્રાણીઓ વચ્ચે જ્યારે મૂક સંવાદ સધાઈ જાય ત્યારે તેમની વચ્ચે અનોખો બૉન્ડ બની જાય છે. ડૉગી અને વાંદરો બન્ને સાથે રહી શકે એવું શક્ય છે? એ પણ કોઈએ પાળ્યાં ન હોય એવાં પ્રાણીઓ? પહેલી નજરે તો માન્યામાં જ ન આવે, પરંતુ દિલ્હીના એક પાર્કમાં ડૉગી અને બેબી મન્કી વચ્ચે અનોખો બૉન્ડ જોવા મળી રહ્યો છે. બેબી મન્કી આ ડૉગીને વહાલથી વળગે છે, પાછળથી બટકું ભરે છે, એકમેકની સામે ઘુરકિયાં કાઢીને પ્રેમ વ્યક્ત કરે છે. બૅબી મન્કી તો ડૉગીની પીઠ પર બાઅદબ સવારી પણ કરી લે છે.

