દિલ્હીની સંસ્કૃતિ સ્કૂલમાં બારમા ધોરણમાં ભણતા ક્રિશ અને વસંત વૅલી સ્કૂલમાં ભણતા અગિયારમા ધોરણના સમર્થ નામના ભાઈબંધોએ પ્રોજેક્ટ વાયુ અંતર્ગત આ શોધ કરી છે. તેમણે ૩ વર્ષ પહેલાં આ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું હતું.
૧૪૦માં ઍર-પ્યુરિફાયર બનાવ્યું
ભારતની રાજધાની દિલ્હીમાં વાયુપ્રદૂષણ દર વર્ષે માઝા મૂકે છે. દર વર્ષે અનેક લોકો હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે જાતજાતના અખતરા શોધે છે. આ વખતે બે ટીનેજરોએ પહેલ કરી છે. ક્રિશ અગ્રવાલ અને સમર્થ નામના બે ટીનેજરોએ એક ખૂબ જ ઓછી કિંમતે ફિલ્ટર તૈયાર કર્યું છે. એ એક સાદા પંખાને પણ ઍર-પ્યુરિફાયરમાં ફેરવી દઈ શકે છે એવો તેમનો દાવો છે. આ ફિલ્ટર માત્ર ૧૪૦ રૂપિયામાં તૈયાર થઈ જાય છે.
દિલ્હીની સંસ્કૃતિ સ્કૂલમાં બારમા ધોરણમાં ભણતા ક્રિશ અને વસંત વૅલી સ્કૂલમાં ભણતા અગિયારમા ધોરણના સમર્થ નામના ભાઈબંધોએ પ્રોજેક્ટ વાયુ અંતર્ગત આ શોધ કરી છે. તેમણે ૩ વર્ષ પહેલાં આ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું હતું અને ગયા વર્ષે પાઇલટ પ્રોજેક્ટ તરીકે આ ફિલ્ટર્સ દિલ્હીની કેટલીક સ્કૂલોમાં લગાવવામાં પણ આવ્યાં હતાં. આ ફિલ્ટર પંખાની હવાથી પાંચ સ્ક્વેર ફુટમાં ફેલાઈ જાય છે. એને ટેબલ-ફૅન કે દીવાલ પર લગાવવામાં આવતા સામાન્ય નાના પંખા પર લગાવી શકાય છે. આ ફિલ્ટર હવામાં ફરતા પ્રદૂષકો શોષી લે છે. દિલ્હીની સ્કૂલોના ૨૯૫ ક્લાસરૂમ્સમાં ૬૦૨ ફિલ્ટર લગાવ્યા પછી હવામાં નોંધનીય માત્રામાં પ્રદૂષણ ઘટેલું જોવા મળ્યું હતું. આ પ્રોજેક્ટ માટે કૃષ અને સમર્થને ૨૦૨૬નો ડાયના અવૉર્ડ મળ્યો છે.
