પહેલાં પંખીઓને ફ્લાઇટના માર્ગમાં આવતાં રોકવા માટે પંખીઓને ભેંસનું માંસ આપવામાં આવતું હતું, પરંતુ આ વખતે પહેલી વાર ચિકન વપરાશે
દર વર્ષે ૨૬ જાન્યુઆરી પહેલાં ભારતીય વાયુસેના સાથે મળીને આવું કરવામાં આવે છે જેથી ઓછી ઊંચાઈએ ઊડતાં ફાઇટર જેટ્સને પંખીઓ ટકરાવાનો ખતરો ઘટી જાય
દિલ્હીમાં રિપબ્લિક દિવસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ ખાસ અવસરે ભવ્ય ઍર-શો પણ થવાનો છે. એ માટે શહેરના આકાશને સાફ રાખવા માટે એક ખાસ રણનીતિ અપનાવવામાં આવી છે. આ વખતે દિલ્હીના વનવિભાગે પંખીઓએ કન્ટ્રોલમાં રાખવા માટે ચિકન ખવડાવવાનું નક્કી કર્યું છે અને એ માટે ૧૨૭૦ કિલો બોનલેસ ચિકન ખવડાવવામાં આવશે. ગરુડ અને બાજ જેવાં પંખીઓ મોટા મેદાન જેવા વિસ્તારોમાં પડેલી ખાવાની ચીજો તરફ આસાનીથી આકર્ષાય છે. પહેલાં પંખીઓને ફ્લાઇટના માર્ગમાં આવતાં રોકવા માટે પંખીઓને ભેંસનું માંસ આપવામાં આવતું હતું, પરંતુ આ વખતે પહેલી વાર ચિકન વપરાશે.
દર વર્ષે ૨૬ જાન્યુઆરી પહેલાં ભારતીય વાયુસેના સાથે મળીને આવું કરવામાં આવે છે જેથી ઓછી ઊંચાઈએ ઊડતાં ફાઇટર જેટ્સને પંખીઓ ટકરાવાનો ખતરો ઘટી જાય. ઍર-શો દરમ્યાન પંખીઓ જેટને ટકરાય તો એ ગંભીર ખતરો પેદા કરે છે. વનવિભાગનું કહેવું છે કે ગણતંત્ર દિવસ પર થનારા ઍર-શો પહેલાં પંખીઓને ચિકન ખવડાવવાનું અભિયાન ૧૫ જાન્યુઆરીથી જ શરૂ થઈ જશે અને છેક ૨૬ જાન્યુઆરીએ ઍર-શો પૂરો થશે ત્યાં સુધી ચાલશે. લાલ કિલ્લા, જામા મસ્જિદ, દિલ્હી ગેટ, મોલાના આઝદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેન્ટલ સાયન્સિસની આસપાસના વિસ્તારોમાં પંખીઓને ખવડાવવાનું અભિયાન ચાલશે. દર વર્ષે પંખીઓની જે-તે વિસ્તારમાં હાજરી મુજબ સ્થળોની પસંદગી કરવામાં આવે છે. આ કામ માટે વનવિભાગે ચિકનની સપ્લાય માટે ૧૨૭૫ કિલો ચિકનનું ટેન્ડર બહાર પાડ્યું છે.


