મોટો પુત્ર શ્વેતાંક દુકાન માટે જબરદસ્ત મહેતન કરતો હતો અને માર્ચ મહિનામાં બાઇક-ઍક્સિડન્ટમાં તેનું મૃત્યુ થયું હતું
પરિવાર આઘાતમાં
ફાધર્સ ડે પહેલાં શુક્રવારે ઉત્તર પ્રદેશના દેવરિયામાં પંચાવન વર્ષના વેપારી પિતા શ્રવણ જાયસવાલ અને તેમના ૨૬ વર્ષના પુત્ર રાકેશનાં મૃત્યુના સમાચારે ગામના લોકોને શોકમગ્ન કરી દીધા હતા. તેમની રેડીમેડ કપડાંની દુકાન છે અને પરિવાર એના પર જીવનનિર્વાહ ચલાવતો હતો. તેમનો મોટો પુત્ર શ્વેતાંક દુકાન માટે જબરદસ્ત મહેતન કરતો હતો અને માર્ચ મહિનામાં બાઇક-ઍક્સિડન્ટમાં તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ પિતા શ્રવણ દુખી રહેતા હતા. શુક્રવારે તેઓ દુકાનના શૉપિંગ માટે પુત્ર રાકેશ સાથે ચૌરીચૌરા ગયા હતા. પુત્ર શ્વેતાંકના ગમમાં પિતા લખનઉ-બરૌની એક્સપ્રેસ આવે એ પાટા પર બેસી ગયા હતા. આ જોઈને રાકેશે તેમને હટાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ પિતા માન્યા નહોતા. ટ્રેનના ડ્રાઇવરે પણ જબરદસ્ત હૉર્ન વગાડ્યું હતું. પિતાને પાટા પરથી હટાવવા માટે મથી રહેલા રાકેશ અને તેના પિતાનાં ટ્રેન નીચે આવી જવાથી મૃત્યુ થયાં હતાં.
