તાજેતરમાં એક ઈ-રિક્ષાને સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ જેવો લુક આપવાની કોશિશ કરવામાં આવી છે. રિક્ષાની છતને કાઢી નાખીને એને ઓપન વિન્ટેજ જીપ જેવો લુક આપવામાં આવ્યો છે.
જોઈ લો જુગાડ
ભારતનાં ગામડાંઓમાં જુગાડ અજમાવનારા લોકોની ભરમાર છે. કોઈ પણ ચીજની સસ્તી કૉપી તૈયાર કરતાં વાર નથી લાગતી. તાજેતરમાં એક ઈ-રિક્ષાને સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ જેવો લુક આપવાની કોશિશ કરવામાં આવી છે. રિક્ષાની છતને કાઢી નાખીને એને ઓપન વિન્ટેજ જીપ જેવો લુક આપવામાં આવ્યો છે. રિક્ષાની પાછળની સીટને કાપીને વચ્ચેથી છૂટી પાડી દીધી છે અને જીપની જેમ આમને-સામને ગોઠવી છે. આગળ જીપ જેવી ફ્રેમ બનાવી છે અને હેડલાઇટ પણ સેકન્ડહૅન્ડ જીપમાંથી કાઢીને લગાવી છે. રિક્ષા આમ તો થ્રી-વ્હીલર હોય, પરંતુ એને આગળ બે પૈડાં લગાવીને ફોર-વ્હીલર બનાવી છે અને આગળ વિન્ડશીલ્ડ પણ લગાવ્યું છે જેને કારણે જીપ જેવી ફીલ આવે છે. જોકે રિક્ષાનું કદ અને જીપનું કદ મૅચ થાય એવું નથી. એને કારણે વિન્ટેજ જીપ મિનિએચર સાઇઝની હોય એવું લાગે છે. @raftaar_amitt_2008 નામના અકાઉન્ટ પરથી શૅર થયેલા આ વિડિયોને ૬૬ લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે.

