Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દરદીની જમણી કિડની ખરાબ હતી, ડૉક્ટરે ડાબી કિડની કાઢી નાખી, પછી...

દરદીની જમણી કિડની ખરાબ હતી, ડૉક્ટરે ડાબી કિડની કાઢી નાખી, પછી...

Published : 23 May, 2026 12:46 PM | IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દરદી મરી જતાં ડૉક્ટરને થયો બે કરોડનો દંડ

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


ઉત્તર પ્રદેશના એક સર્જ્યનની લાપરવાહીને કારણે એક દરદીનો જીવ ગયો હતો. તાજેતરમાં નૅશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રીડ્રેસલ કમિશન (NCDRC) દ્વારા એક કેસમાં ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો. ૨૦૧૨ની સાલમાં એક મહિલા કિડનીની તકલીફની ફરિયાદ લઈને ડૉક્ટર પાસે ગયેલી. લાંબી સારવાર અને છેલ્લા નિદાન મુજબ એવી ખબર પડી કે તેની જમણી કિડની ખરાબ થઈ ગઈ હતી. એની અંદર ઇન્ફેક્શન થઈ જવાને કારણે એ કાઢી નાખવી પડે એમ છે. દરદીના પરિવારજનો એ ઑપરેશન માટે તૈયાર થઈ ગયા. જોકે સર્જરી દરમ્યાન ડૉક્ટરે ગરબડ કરી નાખી. તેમણે બગડેલી જમણી કિડનીને બદલે સારી અને વર્કિંગ કન્ડિશનમાં હતી એ કિડની કાઢી નાખી હતી. એને કારણે મહિલાનું મૃત્યુ થઈ ગયું હતું. આ મામલે દરદીના પરિવારજનોએ ગ્રાહક સુરક્ષા મંચમાં ન્યાય માટે અરજી કરી હતી. NCDRCના જસ્ટિસ એ. પી. સાહી અને ભારતકુમાર પંડ્યાની બેન્ચે આ ઘટનાને મેડિકલ વિશ્વની સૌથી ગંભીર બેજવાબદારી ગણાવી હતી. કોર્ટે ડૉક્ટરને આ ભૂલ બદલ દરદીના પરિવારને બે કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2026 12:46 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK