ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયેલા એક વિડિયોમાં ઇન્ફ્લુઅન્સર દાવો કરે છે કે ‘કેમ કોઈ ન્યુરોલૉજિસ્ટ તમને નિકોટિન ગમ, નિકોટિન પૅચ વારપવાનું નથી કહેતો? જ્યારે ગ્લિઓબ્લાસ્ટોમા એટલે કે એક પ્રકારનું મગજનું ગંભીર કૅન્સર ધરાવતું ટ્યુમર ૭૨ કલાકમાં મટી જાય છે.’
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
ઇન્સ્ટાગ્રામ પર @kathykatz_27 નામના અકાઉન્ટ પરથી વાઇરલ થયેલા એક વિડિયોમાં ઇન્ફ્લુઅન્સર દાવો કરે છે કે ‘કેમ કોઈ ન્યુરોલૉજિસ્ટ તમને નિકોટિન ગમ, નિકોટિન પૅચ વારપવાનું નથી કહેતો? જ્યારે ગ્લિઓબ્લાસ્ટોમા એટલે કે એક પ્રકારનું મગજનું ગંભીર કૅન્સર ધરાવતું ટ્યુમર ૭૨ કલાકમાં મટી જાય છે.’
આ રીલમાં નિકોટિન લોહીમાં લેવાથી ૭૨ કલાકમાં ટ્યુમર ઓગળી જતી હોવાનો દાવો થયો છે ત્યારે ધ યુરોપિયન સોસાયટી ઑફ મેડિસિનના રિસર્ચરોએ આ બાબતે ચેતવણી આપતું સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે. આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. ઇન ફૅક્ટ, મગજની કૅન્સરની ગાંઠ નિકોટિનને કારણે વધુ અગ્રેસિવ બનીને વકરી શકે છે.

