Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રના ગામમાં ખૂલ્યું પહેલવહેલું ઍનિમલ બ્યુટી-પાર્લર

મહારાષ્ટ્રના ગામમાં ખૂલ્યું પહેલવહેલું ઍનિમલ બ્યુટી-પાર્લર

Published : 19 April, 2026 01:42 PM | Modified : 19 April, 2026 02:14 PM | IST | Satara
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના માન્યાચી વાડી નામના ગામમાં પ્રાણીઓ માટે ઍનિમલ બ્યુટી-પાર્લર શરૂ થયું છે

 પ્રાણીઓ માટે ઍનિમલ બ્યુટી-પાર્લર

અજબ ગજબ

પ્રાણીઓ માટે ઍનિમલ બ્યુટી-પાર્લર


માણસો માટે તો પાર્લર હોય એ સમજ્યા, પણ મહારાષ્ટ્રનાં ગામો હવે પ્રાણીઓ માટે પણ હાઈ-ટેક થઈ રહ્યાં છે. મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના માન્યાચી વાડી નામના ગામમાં પ્રાણીઓ માટે ઍનિમલ બ્યુટી-પાર્લર શરૂ થયું છે. આ પહેલ અંતર્ગત પશુઓને હાઈ-ટેક સ્નાનાગૃહમાં નવડાવવામાં આવશે. નાહવામાં વપરાયેલું પાણી ફિલ્ટર કરીને ખેતીમાં વપરાશે. ગામનાં પશુઓ સાફસૂથરાં રહે અને એમનું સ્વાસ્થ્ય પણ સારું રહે એ માટે આ પગલું લેવાયું છે. પર્યાવરણ સંરક્ષણની દિશામાં આ મહત્ત્વનું પગલું છે. હવે આ ગામની ગાયો અને ભેંસોને નદી, નાળાં અને તળાવોમાં નવડાવવાને બદલે હાઈ-ટેક સ્નાનાગૃહમાં સાફ કરવામાં આવશે. એમાં શાવર સિસ્ટમથી શુદ્ધ પાણી મળશે. બિનજરૂરી વાળ કાઢવાની વ્યવસ્થા પણ એમાં છે. પ્રાણીઓ નહાતાં હોય ત્યારે સુરીલી સંગીતની ધૂન વાગતી હોવાથી પ્રાણીઓને માનસિક શાંતિ ફીલ થશે. માન્યાચી વાડી ગામ ગ્રામીણ વિકાસની દિશામાં એક મૉડલ બનીને ઊભરી આવ્યું છે. આ પંચાયતને અત્યાર સુધીમાં ૮૨થી વધુ પુરસ્કારો મળી ચૂક્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2026 02:14 PM IST | Satara | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK