કન્યાકુમારીના ચિન્નમુત્તમ બંદર પર માછલી પકડવા ગયેલા એક માછીમાર સાથે એક હાદસો થઈ ગયો.
પ્રતીકાત્મક તસવીર
કન્યાકુમારીના ચિન્નમુત્તમ બંદર પર માછલી પકડવા ગયેલા એક માછીમાર સાથે એક હાદસો થઈ ગયો. માછલી પકડવા જતાં તે નાવમાંથી સમુદ્રમાં પડી ગયો. એ સમુદ્રમાં ઝેરીલી જેલીફિશ પણ હતી. સમુદ્રનાં મોજાંઓની થપાટ ખાતો અને ઝેરી જેલીફિશથી બચતા રહીને તે સમુદ્રમાં તરતો રહ્યો. લગભગ ૨૬ કલાક સુધી આ સંઘર્ષમાં ઝઝૂમ્યા પછી તે સ્થાનિક માછીમારોથી દૂરના તટ પર પહોંચ્યો હતો, પણ એ પછી બેહોશ થઈ ગયો હતો.


