આ ડ્રોનમાં એવી ઍલ્ગરિધમ સેટ કરેલી છે કે ઊડતી વખતે એ રસ્તામાં આવતા માણસો કે જાનવરો સાથે ટકરાતું નથી.
માઇક્રો સાઇઝનું ડ્રોન
ફ્રેન્ચ એન્જિનિયરોએ એક ખાસ માઇક્રો સાઇઝનું ડ્રોન તૈયાર કર્યું છે જે મચ્છરો મારવાનું કામ કરે છે. આ ડ્રોન કોઈ જ કેમિકલનો છંટકાવ કર્યા વિના મચ્છરને મારી નાખે છે. આ ડ્રોન ટૉર્ન્યોલ નામના સ્ટાર્ટઅપ દ્વારા લૉન્ચ થયું છે. એકદમ સ્મૉલ સાઇઝનું આ ડ્રોન જસ્ટ ૪૦ ગ્રામ વજનનું છે અને જરાય અવાજ કર્યા વિના ઊડતું હોવાથી આસપાસ ફરતું હોય તો ખબર પણ નથી પડતી. ખાસ ઇકોલોકેશન અને ઍન્ટેના થકી આસપાસમાં કોઈ મચ્છર હોય તો એને મારી નાખે છે. એ એટલું સ્માર્ટ છે કે મચ્છરની પાંખોના ફફડાટ કરવાની પદ્ધતિથી એની પ્રજાતિ ઓળખી લે છે અને એ મુજબની સ્પીડ વાપરીને જે-તે મચ્છરને મારી નાખે છે. એની કિંમત લગભગ ૮૪૦૦ રૂપિયાની છે. ફ્રેન્ચ નિષ્ણાતોનું કહેવું છે કે આ ડ્રોન એવા દેશો માટે વરદાન છે જ્યાં મચ્છરોને કારણે ચેપી રોગો ખૂબ ફેલાય છે. મલેરિયા, ડેન્ગી અને પીળો તાવ જેવી ચેપી બીમારીઓ મચ્છરો દ્વારા ફેલાય છે. હવે મચ્છરો અનેક કેમિકલ્સ અને દવાઓથી ઇમ્યુન થઈ ગયા છે ત્યારે આ નવો વિકલ્પ કદાચ મચ્છરોના ઉપદ્રવથી પરેશાન કરતા વિસ્તારો માટે વરદાન બનશે. અને હા, આ ડ્રોનમાં એવી ઍલ્ગરિધમ સેટ કરેલી છે કે ઊડતી વખતે એ રસ્તામાં આવતા માણસો કે જાનવરો સાથે ટકરાતું નથી.


