મેરઠમાં રહેતા ગંગારામ ચૌહાણે વીજળી વિના અનાજ દળાય એવી પૅડલ મારવાની આટા ચક્કી બનાવી છે. આ એક સાઇકલ જેવી ચીજ છે અને એમાં પાંચ કિલો અનાજ દળવા માટે લગભગ એક કલાક સાઇક્લિંગ કરવું પડે છે.
વીજળી વિના અનાજ દળાય એવી પૅડલ મારવાની આટા ચક્કી
મેરઠમાં રહેતા ગંગારામ ચૌહાણે વીજળી વિના અનાજ દળાય એવી પૅડલ મારવાની આટા ચક્કી બનાવી છે. આ એક સાઇકલ જેવી ચીજ છે અને એમાં પાંચ કિલો અનાજ દળવા માટે લગભગ એક કલાક સાઇક્લિંગ કરવું પડે છે. મેરઠ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ ઍન્ડ ટેક્નૉલૉજીમાં બનેલા અટલ કમ્યુનિટી ઇનોવેશન સેન્ટરમાં ગંગારામ ચૌહાણે આ અનોખી પ્રોડક્ટ તૈયાર કરી છે. મૂળ ગોરખપુરના ગંગારામે વીજળીની બચત થાય અને અનાજ દળતી વખતે એમાં રહેલું પોષક તત્ત્વ જળવાઈ રહે એ માટે પથ્થરની જ પૅડલ ચલાવીને વાપરી શકાય એવી ઘંટી બનાવી છે. આજકાલ બૅક ટુ બેસિકનો ફન્ડા પ્રસિદ્ધ થઈ રહ્યો છે ત્યારે ગંગારામ ચૌહાણની આ જૂની સ્ટાઇલની ઘંટીને લોકો સ્વીકારવા લાગ્યા છે. આજના તેજ રફતાર મશીનમાં દળાતો લોટ પોષક તત્ત્વો ગુમાવી દે છે. લોકો સાઇક્લિંગ કરીને એક્સરસાઇઝ કરવાની સાથે-સાથે હેલ્ધી લોટ મેળવે એ કૉમ્બિનેશન આ પ્રોડક્ટમાં છે. આ જ કારણોસર અત્યાર સુધીમાં ગંગારામે દસથી વધુ ચક્કી વેચી પણ છે અને હવે દેશભરમાંથી એ માટે ઇન્કવાયરીઓ આવવા લાગી છે.

