હાર્બર લાઇનમાં સવારના ૧૧.૦૦થી સાંજના ૪ વાગ્યા દરમ્યાન વડાલાથી માનખુર્દ વચ્ચે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે. આ સમય દરમ્યાન માનખુર્દથી પનવેલ વચ્ચે કેટલીક સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે રવિવારે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે. થાણેથી કલ્યાણ દરમ્યાન ફાસ્ટ ટ્રૅક પર સવારે ૧૦.૪૩થી બપોરે ૩.૪૦ વાગ્યા સુધી બ્લૉક રહેશે. એથી આ સમય દરમ્યાન ફાસ્ટ ટ્રેનો સ્લો ટ્રૅક પર દોડાવવામાં આવશે. હાર્બર લાઇનમાં સવારના ૧૧.૦૦થી સાંજના ૪ વાગ્યા દરમ્યાન વડાલાથી માનખુર્દ વચ્ચે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે. આ સમય દરમ્યાન માનખુર્દથી પનવેલ વચ્ચે કેટલીક સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવશે. એ સિવાય સવારના ૧૧.૦૦થી સાંજના ૪.૦૦ વાગ્યા દરમ્યાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી બાંદરા વચ્ચેની હાર્બર લાઇન બંધ રહેશે.
વેસ્ટર્ન રેલવેમાં રવિવારે દિવસના સમયે બ્લૉક નથી. ભાઈંદર અને વસઈ વચ્ચે મંગળવારે મધરાત બાદ ૧૨.૩૦ વાગ્યાથી બુધવારના પરોઢિયાના ૪.૦૦ વાગ્યા સુધીનો નાઇટ બ્લૉક રાખવામાં આવ્યો છે. આ સમય દરમ્યાન સ્લો ટ્રૅક પર કામ કરવાનું હોવાથી સ્લો ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડશે. કેટલીક સર્વિસ કૅન્સલ કરવામાં આવી છે.

