જોકે સોશ્યલ મીડિયા પર ઘણા લોકોએ આ યુવતીની ટીકા કરી હતી અને કહ્યું હતું કે પોતાને ફેમસ કરવા માટે અને રીલ બનાવવા માટે બિચારા પશુને હેરાન ન કરો.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા મજેદાર વિડિયોમાં એક યુવતી ભેંસ પર ચડીને ડાન્સ કરતી દેખાય છે. ભેંસ પર બૅલૅન્સ જાળવીને યુવતીએ લગાવેલા ઠૂમકા આપણા પગમાં પણ ઠૂમકા પેદા કરી દે છે. સાથે જ વિડિયોમાં વાગતા ભોજપુરી ગીત ‘શામ હૈ ધુંઆ ધુંઆ’ની ઠૂમકેદાર રિધમ અને ભેંસની પાસે ઊભેલાં તેનાં બે સગાંને જોઈને ભલભલાને હસવું આવી જાય એવો નજારો વિડિયોમાં દેખાય છે. ભેંસની પાસે ઊભેલાં એક પુરુષ અને એક મહિલા પણ અડધા-અડધા ઠૂમકા મારીને ડાન્સ કરે છે તો વચ્ચે એકાદ સેકન્ડ માટે બીજી મહિલા પણ દેખાય છે જે ચૂપચાપ ભેંસના માથાને ઘસવાનું કામ કરતી લાગે છે.
જોકે સોશ્યલ મીડિયા પર ઘણા લોકોએ આ યુવતીની ટીકા કરી હતી અને કહ્યું હતું કે પોતાને ફેમસ કરવા માટે અને રીલ બનાવવા માટે બિચારા પશુને હેરાન ન કરો.