વરસાદનો ભરાવો જોતાં ભલભલા લોકો લગ્ન મુલતવી રાખવાનું પસંદ કરે, પણ અહીં તો ઘૂંટણસમાણા પાણીમાં ચાલીને અને નાચીને મહિલાઓએ યુવકનાં લગ્નની તૈયારીઓ ચાલુ રાખી હતી.
રાજસ્થાનના ઝાલાવાલ જિલ્લાના ગોલાના ગામમાં ભારે વરસાદને કારણે ગામની શેરીઓ નદીમાં તબદીલ થઈ
રાજસ્થાનના ઝાલાવાલ જિલ્લાના ગોલાના ગામમાં ભારે વરસાદને કારણે ગામની શેરીઓ નદીમાં તબદીલ થઈ ગઈ છે. જોકે આ જ સમયે ગામમાં એક યુવકનાં લગ્ન લેવાયાં હતાં. વરસાદનો ભરાવો જોતાં ભલભલા લોકો લગ્ન મુલતવી રાખવાનું પસંદ કરે, પણ અહીં તો ઘૂંટણસમાણા પાણીમાં ચાલીને અને નાચીને મહિલાઓએ યુવકનાં લગ્નની તૈયારીઓ ચાલુ રાખી હતી. પાણીમાં નાચતાં-નાચતાં મંદિરે જઈને મહિલાઓએ માતાનું પૂજન કર્યું અને એ વખતે ફરી ઝરમર વરસાદ વરસ્યો તો એમાં રેઇન-ડાન્સ પણ ઝૂમીને કર્યો. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. લોકો કહે છે કે ચાહે કુછ ભી હો જાએ, શાદી કા પ્રોગ્રામ પોસ્ટપોન નહીં હોના ચાહિએ.

