Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લગ્ન પહેલાં દુલ્હન દાઝી ગઈ, દુલ્હાએ હૉસ્પિટલના બર્ન વૉર્ડમાં તેની સાથે લગ્ન કર્યાં

લગ્ન પહેલાં દુલ્હન દાઝી ગઈ, દુલ્હાએ હૉસ્પિટલના બર્ન વૉર્ડમાં તેની સાથે લગ્ન કર્યાં

Published : 05 June, 2026 01:33 PM | IST | Kanpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘરઆંગણે બારાત આવી ગયેલી અને કન્યાપક્ષના લોકો દુલ્હન અને પરિવારજનોને લઈને હૉસ્પિટલમાં ભાગ્યા હતા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


ઉત્તર પ્રદેશના કાનપુરમાં બૉલીવુડની ફિલ્મ ‘વિવાહ’ જેવો માહોલ બન્યો હતો. વાત એમ હતી કે લગ્નની રસમ ચાલી રહી હતી એ વખતે દુલ્હનના ઘરમાં ગૅસ-સિલિન્ડર ફાટતાં દુલ્હન સહિત ૧૨ જણ બહુ ખરાબ રીતે દાઝ્યા હતા. ઘરઆંગણે બારાત આવી ગયેલી અને કન્યાપક્ષના લોકો દુલ્હન અને પરિવારજનોને લઈને હૉસ્પિટલમાં ભાગ્યા હતા. દાઝવાને કારણે દુલ્હન પણ ખૂબ દાઝી ગઈ હતી. એવામાં કન્યા પક્ષને શંકા હતી કે કદાચ દુલ્હો હવે લગ્ન કરવાની ના પણ પાડી દઈ શકે છે. જોકે એવું થવાને બદલે દુલ્હાએ લગ્ન ટાળવાનો જ ઇનકાર કરી દીધો. તેણે એ જ નિર્ધારિત મુહૂર્તમાં હૉસ્પિટલના બર્ન્સ વૉર્ડમાં દાઝેલી દુલ્હન સાથે લગ્નની વિધિ કરી હતી અને તેને જયમાલા પહેરાવીને સેંથામાં સિંદૂર પણ ભરી દીધું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2026 01:33 PM IST | Kanpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK