Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > તરણેતરના મેળામાં ૩૦ મિનિટમાં ૨૮ લાડુ ઝાપટી લીધા લાડુસમ્રાટે

તરણેતરના મેળામાં ૩૦ મિનિટમાં ૨૮ લાડુ ઝાપટી લીધા લાડુસમ્રાટે

Published : 18 September, 2026 03:40 PM | IST | Surendranagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં થતા પ્રસિદ્ધ તરણેતરના મેળામાં એક અનોખી લાડુ ખાવાની સ્પર્ધા યોજાઈ હતી. ઝાલાવાડ સમાજની લોકસંસ્કૃતિ સાથે સંકળાયેલી ગ્રામીણ ઑલિમ્પિક્સ અંતર્ગત લાડુ સ્પર્ધા યોજાય છે.

તરણેતરના મેળામાં ૩૦ મિનિટમાં ૨૮ લાડુ ઝાપટી લીધા લાડુસમ્રાટે

તરણેતરના મેળામાં ૩૦ મિનિટમાં ૨૮ લાડુ ઝાપટી લીધા લાડુસમ્રાટે


ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં થતા પ્રસિદ્ધ તરણેતરના મેળામાં એક અનોખી લાડુ ખાવાની સ્પર્ધા યોજાઈ હતી. ઝાલાવાડ સમાજની લોકસંસ્કૃતિ સાથે સંકળાયેલી ગ્રામીણ ઑલિમ્પિક્સ અંતર્ગત લાડુ સ્પર્ધા યોજાય છે. આ અનોખી સ્પર્ધામાં ઝટપટ લાડુ આરોગતા લોકોને જોવા માટે પણ બહુ મોટી સંખ્યામાં લોકો ઊમટી પડે છે. આ સ્પર્ધામાં પચીસથી ૭૫ વર્ષના લોકોએ ભાગ લીધો હતો. એમાં ૩૦ મિનિટની અંદર મૅક્સિમમ લાડુ ખાવાનો પડકાર હતો. લાડુની સાથે દાળ પીરસવામાં આવે છે જેથી એકલો લાડુ ગળામાં કોરો ન લાગે. આ સ્પર્ધામાં લાડુ ખાવાની સ્પીડની સાથે-સાથે વધુ સંખ્યામાં લાડુ ખવાય એ પણ મહત્ત્વનું છે. સ્પર્ધામાં પહેલી ૧૫ મિનિટમાં ઘણાખરા સ્પર્ધકો ૧૫ લાડુ ઝાપટી ગયા હતા. જોકે એ પછી ટપોટપ વિકેટો પડવા લાગી. છેક ૩૦મી મિનિટ ચાલી રહી હતી ત્યારે ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણી નામના ભાઈ એકમાત્ર બચ્યા હતા જેમના ગળે અઠ્ઠાવીસમો લાડુ ઊતરી રહ્યો હતો. ગયા વર્ષે પણ સૌથી વધુ લાડુ ખાવાનો લાડુસમ્રાટનો ખિતાબ પણ બળવંતભાઈના ફાળે જ ગયો હતો.  તેમને ૨૦૦૦ રૂપિયાનું કૅશ-પ્રાઇઝ મળ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2026 03:40 PM IST | Surendranagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK