ચેતન સાંજે મિત્રો સાથે ગ્વાલિયરના ફેમસ ચાર રસ્તા પર આવેલા અંકિત મોમોઝ સ્ટૉલ પર ગયો હતો
ચેતન ભદોરિયાને ઓછા મોમોઝ આપવાની ફરિયાદ કરવાનું ભારે પડી ગયું
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં મોમોઝ ખાવા માટે એક સ્ટૉલ પર ગયેલા ચેતન ભદોરિયાને ઓછા મોમોઝ આપવાની ફરિયાદ કરવાનું ભારે પડી ગયું. ચેતન સાંજે મિત્રો સાથે ગ્વાલિયરના ફેમસ ચાર રસ્તા પર આવેલા અંકિત મોમોઝ સ્ટૉલ પર ગયો હતો. આ વિસ્તારમાં મોમોઝની ડિશ ૨૦ રૂપિયામાં મળે છે. ચેતને જોયું કે પ્લેટમાં મોમોઝની સંખ્યા સામાન્ય રીતે હોય એના કરતાં ઓછી છે એટલે તેણે સ્ટૉલના માલિક અંકિતને પૂછ્યું કે કેમ આટલા ઓછા? એ વાતથી અંકિતને આવ્યો ગુસ્સો. તેણે એલફેલ બોલવાનું શરૂ કર્યું અને વાત ગાળાગાળી પર આવી ગઈ. આ જ ગુસ્સાભરી દલીલો દરમ્યાન અંકિતનો પિત્તો એવો છટક્યો કે તેણે જે તેલમાં મોમોઝ તળાઈ રહ્યા હતા એ ઊકળતું તેલ ચેતનના મોં પર ફેંક્યું. એ પછી અંકિત ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
