દિલ્હીમાં યોજાયેલા સૅફ્રનઆર્ટ ઑટમ લાઇવ ઑક્શનમાં ૧૯૬૫માં બનેલું ‘હનુમાન ધ મન્કી ગૉડ’ ચિત્ર ૧૫.૬૦ કરોડ રૂપિયામાં વેચાયું. ઑક્શનમાં કુલ ૮ ચિત્રો રેકૉર્ડબ્રેક કિંમતે વેચાયાં હતાં.
હનુમાન આર્ટવર્ક
દિલ્હીમાં ભારતીય ચિત્રકળાજગતમાં ખૂબ જ સન્માનનીય સ્થાન ધરાવતા સૅફ્રનઆર્ટ ઑટમ લાઇવ ઑક્શનમાં આ વખતે ભારતીય સંસ્કૃતિને મૉડર્ન દૃષ્ટિકોણથી દર્શાવતાં ચિત્રો રજૂ થયાં હતાં. આ ઑક્શનમાં ૮ ચિત્રો રેકૉર્ડબ્રેક કિંમતે વેચાયાં હતાં. એમાંથી એક ચિત્ર હતું હનુમાનજીનું. આ ચિત્રનું શીર્ષક ‘હનુમાન ધ મન્કી ગૉડ’ છે. ૧૯૬૫માં બનેલું આ ચિત્ર ૧૫.૬૦ કરોડ રૂપિયામાં વેચાયું હતું.
