Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બ્રેઇન-ફીવરને કારણે ૨૩ મહિના વેન્ટિલેટર પર રહ્યા પછી ૮ વર્ષનો છોકરો સાજો થઈને ઘરે પહોંચ્યો

બ્રેઇન-ફીવરને કારણે ૨૩ મહિના વેન્ટિલેટર પર રહ્યા પછી ૮ વર્ષનો છોકરો સાજો થઈને ઘરે પહોંચ્યો

Published : 07 October, 2026 12:41 PM | IST | Rohtak
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાથ-પગ પણ હલાવી ન શકે એવી કન્ડિશન અને એમાં વચ્ચે-વચ્ચે વાઈના હુમલા

આ ઘટના મેડિકલ વિશ્વમાં પણ ચમત્કારથી કમ નથી

અજબ ગજબ

આ ઘટના મેડિકલ વિશ્વમાં પણ ચમત્કારથી કમ નથી


હરિયાણાના રોહતકમાં ૨૩ મહિના પહેલાં ૬ વર્ષનો દક્ષ નામના છોકરાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તેને મેનિન્જાઇટિસ થયો હતો. આ સમસ્યામાં હાઈ ગ્રેડ ફીવર આવે છે જે મગજને અસર કરે છે. મગજમાં ચડી ગયેલા તાવને કારણે તે બેભાન થઈ ગયો. હાથ-પગ પણ હલાવી ન શકે એવી કન્ડિશન અને એમાં વચ્ચે-વચ્ચે વાઈના હુમલા. બ્રેઇન-ફીવર તરીકે ઓળખાતી આ સમસ્યામાં ભાગ્યે જ બાળક બચતું હોય છે. દક્ષને પણ વેન્ટિલેટર પર મૂકી દેવો પડ્યો. લગભગ ૧૦૦ ટકા ઑ‌ક્સિજન તેને બહારથી જ આપવો પડતો હતો. વેન્ટિલેટર પર મહિનાઓ સુધી રહ્યા પછી પણ તેના પરિવારજનોએ હાર ન માની. લગભગ ૨૦ મહિના પછી તેની હાલતમાં થોડોક સુધાર જોવા મળ્યો. વેન્ટિલેટર હટાવવામાં આવ્યું અને એ પછી દક્ષમાં આશ્ચર્યજનક રિકવરી જોવા મળી. ફિઝિયોથેરપી અને ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ દ્વારા તેને ફરીથી બેસતો અને ચાલતો કરવામાં આવ્યો. બેભાન થઈને જે હૉસ્પિટલમાં દક્ષને લાવવામાં આવ્યો હતો ત્યાંથી પૂરા ૨૩ મહિના પછી તે સાજો થઈને ઘરે પાછો ગયો. આ ઘટના મેડિકલ વિશ્વમાં પણ ચમત્કારથી કમ નથી. 


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2026 12:41 PM IST | Rohtak | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK