વિડિયોમાં એક યુવતીએ એવી યુનિક જ્વેલરી રજૂ કરી છે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સોશ્યલ મીડિયામાં એક અનોખો વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં એક યુવતીએ એવી યુનિક જ્વેલરી રજૂ કરી છે જેને જોઈને આપણા હોંશ ઊડી જાય. આ જ્વેલરીમાં સોના-ચાંદી, હીરા-મોતી કે ઇમિટેશન દ્વારા કોઈ કરતબ કરવામાં નથી આવ્યું પણ મેંડક, યસ ચાર-ચાર આખા દેડકાની મદદથી ગળાનો નેકલેસ અને સેંધાનું માંગટીકા તૈયાર કરવામાં આવ્યાં છે. તેણે ગળામાં પહેરેલા દોરામાં વચ્ચે એક અને આસપાસ બે દેડકા બાંધેલા દેખાય છે અને સેંથા પરના દાગીનામાં પણ દેડકો લટકતો રાખ્યો છે. હવે આ દેડકા સાચા હતા કે રમકડાના એ માત્ર વિડિયો જોઈને નક્કી કરવું મુશ્કેલ છે, પણ દેડકાની યુનિક ડિઝાઇનને લીધે વિડિયો ખૂબ વાઇરલ થયો હતો.


