Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પ્રેગ્નન્ટ ભેંસના પેટમાંથી સર્જરી કરીને લોખંડના ૬૬ ટુકડા કાઢવામાં આવ્યા

પ્રેગ્નન્ટ ભેંસના પેટમાંથી સર્જરી કરીને લોખંડના ૬૬ ટુકડા કાઢવામાં આવ્યા

Published : 15 July, 2026 07:58 AM | IST | himachal pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં એક બીમાર ભેંસની સારવાર દરમ્યાન અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં એક બીમાર ભેંસની સારવાર દરમ્યાન અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. એક પશુ-ચિકિત્સાલયમાં ૯ મહિનાની પ્રેગ્નન્ટ ભેંસ લાવવામાં આવી હતી. એના માલિકો એને ડૉક્ટર પાસે લઈ આવ્યા ત્યારે એનું પેટ ફૂલી ગયેલું હતું.અને પેટને અડવાથી પણ ભેંસ કરાંજતી હતી. ફૂલેલું પેટ વછેરાને કારણે હશે એવું માનતા માલિકે પહેલાં તો ધ્યાન નહોતું આપ્યું, પણ જ્યારે એણે ૧૦ દિવસથી ચારો ખાવાનું બંધ કરી દીધું ત્યારે માલિકને કંઈક અજુગતું લાગ્યું. ડૉક્ટરોએ તપાસ કરી તો ખબર પડી કે એના પેટમાં ધાતુ જેવી કડક ચીજ છે. ભેંસ ગર્ભવતી હોવા છતાં ડૉક્ટરોએ એના પેટની સર્જરી કરી અને આંતરડામાંથી લોખંડના ૬૬ ટુકડા કાઢ્યા હતા. જો સમયસર એ ધારદાર ટુકડા કાઢી લેવામાં ન આવ્યા હોત તો આંતરિક અવયવો ફાટી જઈને ગર્ભમાં ઊછરી રહેલા વછેરાને પણ નુકસાન થયું હોત. જોકે સર્જરી સફળ રહી હતી અને હવે ભેંસની હાલત સ્થિર છે. 


Whatsapp-channel Whatsapp-channel

15 July, 2026 07:58 AM IST | himachal pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK