Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > નાની ઉંમરે મિલ્યનેર થઈ ગઈ, પણ મમ્મી-પપ્પા આજે પણ તેની પાસે વાસણ સાફ કરાવે છે

નાની ઉંમરે મિલ્યનેર થઈ ગઈ, પણ મમ્મી-પપ્પા આજે પણ તેની પાસે વાસણ સાફ કરાવે છે

27 April, 2024 12:33 PM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬ વર્ષની ઉંમરે લાખોપતિ બની ગયેલી ટીનેજર આવું કહે છે

ઇઝાબેલા બૅરેટ

લાઈફ મસાલા

ઇઝાબેલા બૅરેટ


અમેરિકાના કિડ્ઝ રિયલિટી શોમાં ૬ વર્ષની ઉંમરે વિજેતા બનેલી ઇઝાબેલા બૅરેટ આજે ૧૭ વર્ષની છે અને તે હજી પણ ઇન્ફ્લુએન્સર તરીકે લોકપ્રિય છે. રિયલિટી શો જીત્યા બાદ લાખોપતિ બની ગયેલી ઇઝાબેલા વર્ષોથી પોતાને સેલ્ફ-મેડ મિલ્યનેર કહેતી આવી છે. ઇઝાબેલા આજે તેની વેબસાઇટ દ્વારા મહિને ૮ લાખ રૂપિયા કમાય છે. જોકે તેનું કહેવું છે કે ભલે હું મિલ્યનેર હોઉં, પણ મારાં માતા-પિતા મને એક સામાન્ય બાળકની જેમ જ ટ્રીટ કરે છે.

ઘણાને એ જાણીને નવાઈ લાગશે કે આ ટીનેજર તેના ઘરમાં વાસણ માંજે છે અને ઘરનાં રોજિંદાં કામ પણ કરે છે. નાની ઉંમરે પૈસો અને પૉપ્યુલરિટી મળ્યા બાદ પણ ઇઝાબેલા નૉર્મલ ટીનેજર તરીકે રહેવા માગે છે. તેનું કહેવું છે કે મારે મિત્રો બનાવવામાં બહુ ધ્યાન રાખવું પડે છે, કેમ કે મોટા ભાગના લોકોનો હેતુ ફ્રેન્ડશિપને બદલે બીજો જ હોય છે. 


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2024 12:33 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK