ખળખળ વહેતા ઝરણા પાસેના પાણીથી ઘસાઈને લિસ્સા થઈ ચૂકેલા સ્ટોન પણ અદ્ભુત પેઇન્ટિંગ માટેનું કૅન્વસ બની શકે છે. એ પથ્થરોને પ્રાણીઓમાં તબદીલ કરવાનું કામ કરે છે જૅપનીઝ સ્ટોન-આર્ટિસ્ટ એકી નકાટા.
પથ્થર પર દોરેલાં પેઇન્ટિંગ્સ
ખળખળ વહેતા ઝરણા પાસેના પાણીથી ઘસાઈને લિસ્સા થઈ ચૂકેલા સ્ટોન પણ અદ્ભુત પેઇન્ટિંગ માટેનું કૅન્વસ બની શકે છે. એ પથ્થરોને પ્રાણીઓમાં તબદીલ કરવાનું કામ કરે છે જૅપનીઝ સ્ટોન-આર્ટિસ્ટ એકી નકાટા. પહેલાં તો એકીબહેન ચોક્કસ શેપના લિસ્સા પથ્થરો શોધે છે અને એના શેપ મુજબ ચોક્કસ પ્રાણીઓનાં ચિત્રો બનાવે છે. ડૉગ, ઘુવડ, દેડકાં, મોર, પોપટ કે કોકડું વાળીને બેઠેલાં પંખીઓ દેખાય એ રીતે પથ્થર પર પેઇન્ટિંગ કરવામાં આવે છે.
જપાનનાં સ્ટોન-આર્ટિસ્ટ એકી નકાટા રિયલિસ્ટિક ઍનિમલ પેઇન્ટિંગ કરવા માટે જાણીતાં છે. ઍક્રિલિક પેઇન્ટ વાપરીને દરેક પશુ કે પંખીનાં પીંછાં અને રુવાંટી જાણે અસલી હોય એટલાં રિયલિસ્ટિક હોય છે.


