કાનપુરના નવાબગંજમાં પાળતુ ડૉગ કૂવામાં પડી ગયો. કૂવો ૩૦ ફુટ ઊંડો હતો. નગર નિગમમાંથી શ્વાનને કાઢવા માટેની મદદ આવી પહોંચે એ પહેલાં જ મહોલ્લાના યુવકોએ જુગાડ કરી લીધો.
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
કાનપુરના નવાબગંજમાં પાળતુ ડૉગ કૂવામાં પડી ગયો. કૂવો ૩૦ ફુટ ઊંડો હતો. નગર નિગમમાંથી શ્વાનને કાઢવા માટેની મદદ આવી પહોંચે એ પહેલાં જ મહોલ્લાના યુવકોએ જુગાડ કરી લીધો. શ્વાન માટે અગાધ પ્રેમ ધરાવતા રામસેવક ઉર્ફે બગ્ગાએ પોતાના જીવની પરવા કર્યા વિના કૂવામાં ઝંપલાવ્યું. જાડી રસ્સીના સહારે તે કૂવામાં ઊતર્યો અને ડૉગીને ખોળામાં લીધો. બીજા લોકોએ એ રસ્સીને ધીમે-ધીમે ઉપરની તરફ ખેંચી લીધી. નગરપાલિકાની મદદ આવી પહોંચે એ પહેલાં મહોલ્લાના લોકોએ ભેગા મળીને પાળતુ ડૉગીને બચાવી લીધો.

