Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કપલે રીલમાં સોનાના દાગીના અને રોકડ પાથરીને શોઑફ કર્યો, ચોરો ઘરફોડી કરીને સાફ કરી ગયા

કપલે રીલમાં સોનાના દાગીના અને રોકડ પાથરીને શોઑફ કર્યો, ચોરો ઘરફોડી કરીને સાફ કરી ગયા

Published : 27 September, 2026 03:03 PM | IST | Kanyakumari
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કન્યાકુમારીમાં મધુમિતા અને વિનોદકુમારના ઘરમાં ઘરફોડી કરીને ચોરો લગભગ ૧ કિલો સોનું અને રોકડ લઈ ગયા. પોલીસને શંકા છે કે યુટ્યુબ રીલ્સમાં કપલ દ્વારા સોનું અને રોકડનો દેખાડો કરાતો હોવાથી ચોરોને સંપત્તિની જાણ થઈ હશે.

કન્યાકુમારી ચોરી

કન્યાકુમારી ચોરી


તામિલનાડુના કન્યાકુમારીમાં મધુમિતા અને વિનોદકુમાર નામના એક યુગલના ઘરે રાતના સમયે ઘરફોડી થઈ અને ભારે માત્રામાં સોનું અને કૅશ લૂંટાઈ ગયાં. ચોરો ઘરના પાછળના દરવાજાને તોડીને ઘૂસ્યા હતા અને તિજોરીમાંથી સોનાનાં ઘરેણાં અને રોકડ પર હાથ સાફ કર્યો હતો. ચોરી કેટલા વાગ્યે થઈ, કેટલા ચોર હતા એ હજી ખબર નથી પડી. જોકે ચોરીની તપાસ દરમ્યાન પોલીસ શોધી રહી હતી કે કપલના ઘરમાં આટલી માલમતા પડી છે એની જાણકારી કોને-કોને હોઈ શકે છે? જોકે આ સવાલના જવાબમાં જે જાણવા મળ્યું એ અચરજભર્યું હતું. મધુમિતા અને વિનોદકુમાર તેમની યુટ્યુબ ચૅનલ પર જે રીલ્સ મૂકતાં હતાં એમાં પોતાની દોલતનો જબરો દેખાડો કરતાં હતાં. નિતનવીન સોનાના વિવિધ દાગીના પહેરવા અને રોકડનો દેખાડો કરવો તેમના માટે સામાન્ય હતું. પોલીસને પ્રાથમિક તપાસમાં તો એવું જ લાગે છે કે કપલના વિડિયો જોઈને તેમની પાસેની સંપત્તિનો અંદાજ ચોરોએ લગાવ્યો હશે. ચોરો કુલ ૯૯૪ ગ્રામ એટલે કે લગભગ ૧ કિલો સોનાના દાગીના અને મોટી કૅશ ચોરી ગયા છે. 


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2026 03:03 PM IST | Kanyakumari | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK