Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઍમ્બ્યુલન્સને રસ્તો ન આપનારા કારચાલકના ઘરે જઈને પોલીસે બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

ઍમ્બ્યુલન્સને રસ્તો ન આપનારા કારચાલકના ઘરે જઈને પોલીસે બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

Published : 19 November, 2024 04:30 PM | Modified : 19 November, 2024 04:40 PM | IST | Kerala
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રાફિક હોય તો પણ ઍમ્બ્યુલન્સ આવે તો લોકો માનવતાના ધોરણે રસ્તો ખાલી કરી આપે છે, પણ કેટલાક લોકો અવળચંડાઈની હદ વટાવી દે છે. કેરલામાં આવી એક ઘટના બની છે.

ઍમ્બ્યુલન્સને રસ્તો ન આપનારા કારચાલકને પોલીસે બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

અજબગજબ

ઍમ્બ્યુલન્સને રસ્તો ન આપનારા કારચાલકને પોલીસે બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો


ગમે એટલો ટ્રાફિક હોય તો પણ ઍમ્બ્યુલન્સ આવે તો લોકો માનવતાના ધોરણે રસ્તો ખાલી કરી આપે છે, પણ કેટલાક લોકો અવળચંડાઈની હદ વટાવી દે છે. કેરલામાં આવી એક ઘટના બની છે. એક ઍમ્બ્યુલન્સમાં ગંભીર સ્થિતિમાં દરદીને હૉસ્પિટલ લઈ જવાતો હતો. ઍમ્બ્યુલન્સની સાઇરન વાગતી જ હતી, સાથોસાથ ડ્રાઇ‌વર પણ રસ્તો ખાલી કરવા સતત હૉર્ન વગાડતો રહ્યો હતો. કેટલાક વાહનચાલકોએ રસ્તો ખાલી કરી આપ્યો પણ એક મારુતિ કારના ચાલકને જાણે સાઇરન કે હૉર્ન સંભળાતાં જ ન હોય એમ રસ્તાની વચ્ચોવચ કાર ચલાવ્યા કરતો હતો. આ ઘટના ક્લોઝ્‍‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થઈ ગઈ. એ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો અને પોલીસ સુધી પહોંચી ગયો. પોલીસે તાત્કાલિક પગલાં લીધાં. કારચાલકનું નામ-સરનામું શોધીને પોલીસ તેના ઘરે પહોંચી ગઈ અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ કરી નાખ્યું.


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2024 04:40 PM IST | Kerala | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK