કેરલમાં ઓણમની ઉજવણી દરમિયાન કોચીના ફોરમ મૉલમાં 5,000થી વધુ સિલ્ક અને કાંચીપુરમ સાડીઓથી મહિલાનું ભવ્ય રંગોળી પોર્ટ્રેટ બનાવવામાં આવ્યું. આ અનોખી કૃતિએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.
સૌથી મોટી સાડીરંગોળી રચાઈ કોચીમાં : ૨૦૦૦ સ્ક્વેર ફુટમાં ૨૧૦૦ સાડીઓની રંગોળી
કેરલમમાં ઓણમની ઊજવણીની શરૂઆત થઈ ગઈ છે. એના જ ભાગ રૂપે મહારાણી વેડિંગ કલેક્શન નામની સાડીની એક કંપનીએ સાડીથી રંગોળી બનાવી છે. કોચીના ફોરમ મૉલમાં આ રંગોળી બનાવવામાં આવી છે. મહારાણીની ટીમના કલાકારોએ સિલ્ક અને કાંચીપુરમ સિલ્કની લગભગ ૫૦૦૦ શેડ્સ ધરાવતી સાડીઓમાંથી એક મહિલાનું ચિત્રણ કરતી રંગોળી બનાવી છે. આ માટે કેટલીક સાડીઓને ફોલ્ડ કરીને તો કેટલીકને ચોક્કસ શેપમાં વાળીને ગોઠવવામાં આવી છે. દરેક સાડી છ વારી છે. કાંચીપુરમ સિલ્ક એ કેરલમની ટ્રેડિશનલ અને હાથેથી વણેલી પરંપરાનો હિસ્સો છે. મહારાણી કંપનીએ મહિલાઓને ખાસ ફીલ કરાવવા માટે સાડીઓની ગોઠવણીમાંથી એક વાઇબ્રન્ટ મહિલાનું પોર્ટ્રેટ તૈયાર કર્યું હતું. દ વિન્ચી સુરેશ નામના કલાકારે આ આર્ટનું વિઝન અને એક્ઝિક્યુશન કર્યું હતું.
