કેરલમમાં ૮ દિવસના ઓણમ ફેસ્ટિવલ દરમ્યાન દારૂના વેચાણમાં રેકૉર્ડબ્રેક તેજી આવી છે. આમ તો તહેવાર ૧૦ દિવસનો હોય છે, પરંતુ પહેલા ૮ દિવસમાં જ રાજ્યમાં ૭૭૦ કરોડ રૂપિયાના દારૂનું વેચાણ થયું હતું. છેલ્લા બે દિવસના આંકડાઓ હજી એમાં જોડવાના બાકી છે.
ઓણમનું સેલિબ્રેશન કેરલમમાં લોકો ૭૭૦ કરોડનો દારૂ ઢીંચી ગયા, રોબોએ ક્લાસિકલ ડાન્સ કર્યો
કેરલમમાં ૮ દિવસના ઓણમ ફેસ્ટિવલ દરમ્યાન દારૂના વેચાણમાં રેકૉર્ડબ્રેક તેજી આવી છે. આમ તો તહેવાર ૧૦ દિવસનો હોય છે, પરંતુ પહેલા ૮ દિવસમાં જ રાજ્યમાં ૭૭૦ કરોડ રૂપિયાના દારૂનું વેચાણ થયું હતું. છેલ્લા બે દિવસના આંકડાઓ હજી એમાં જોડવાના બાકી છે.
બીજી તરફ કોચીના મૉલમાં હ્યુમનૉઇડ રોબોને પરંપરાગત કાંજીવરમ સાડી પહેરાવીને ક્લાસિકલ ડાન્સ કરાવવામાં આવ્યો હતો. જોકે રોબોએ ભરતનાટ્યમની સાથે બ્રેક-ડાન્સનું ફ્યુઝન કરી દીધું હતું અને લોકોને મોજ પાડી દીધી હતી.