લાંબી પ્રક્રિયા બાદ સોનુ છોકરામાંથી છોકરી બન્યો અને પછી તેણે પ્રેમ સાથે શિવ મંદિરમાં જઈને લગ્ન કરી લીધાં. એમ છતાં હજીયે ગામલોકોનો તો વિરોધ છે જ. એને કારણે તેમણે બીજા ગામમાં જઈને જિંદગી શરૂ કરી છે.
પ્રેમ પામવા માટે જેન્ડર ચેન્જ કરાવ્યું સોનુ બન્યો સોનિયા અને બૉયફ્રેન્ડ સાથે લગ્ન
ઉત્તર પ્રદેશના કુશીનગરમાં એક અજીબોગરીબ પ્રેમકહાણી ચર્ચામાં છે. વાત એમ છે કે સોનુ અને પ્રેમ નામના બે યુવાનોને એકમેક માટે પ્રેમ થઈ ગયો. ભારતમાં સમલૈંગિક સંબંધો ગેરકાનૂની છે અને તેઓ જે વિસ્તારમાં રહે છે ત્યાં સમલૈંગિક સંબંધોને ખરાબ માનવામાં આવે છે એટલે તેમણે પ્રેમને સાકાર કરવા માટે જાતને જ બદલી નાખી. સોનુ નામના છોકરાએ લિંગ પરિવર્તન કરાવીને સોનિયા બની જવાનું પસંદ કર્યું. લાંબી પ્રક્રિયા બાદ સોનુ છોકરામાંથી છોકરી બન્યો અને પછી તેણે પ્રેમ સાથે શિવ મંદિરમાં જઈને લગ્ન કરી લીધાં. એમ છતાં હજીયે ગામલોકોનો તો વિરોધ છે જ. એને કારણે તેમણે બીજા ગામમાં જઈને જિંદગી શરૂ કરી છે.

