પ્રેમની કોઈ પરિભાષા નથી હોતી કે પ્રેમનો કોઈ માપદંડ પણ નથી હોતો. એ અમર્યાદ અને અસીમ હોય છે. ચીનના ૨૮ વર્ષના જુ ગુઆંગલીએ પ્રેમિકાને મળી શકાય એટલે ચીન અને ઑસ્ટ્રેલિયા વચ્ચે અપ-ડાઉન કર્યું હતું અને એ પણ ૧૧ અઠવાડિયાં સુધી.
પ્રતીકાત્મક તસવીર
પ્રેમની કોઈ પરિભાષા નથી હોતી કે પ્રેમનો કોઈ માપદંડ પણ નથી હોતો. એ અમર્યાદ અને અસીમ હોય છે. ચીનના ૨૮ વર્ષના જુ ગુઆંગલીએ પ્રેમિકાને મળી શકાય એટલે ચીન અને ઑસ્ટ્રેલિયા વચ્ચે અપ-ડાઉન કર્યું હતું અને એ પણ ૧૧ અઠવાડિયાં સુધી. ચીનના શેડોંગ પ્રાંતમાં રહેતો જુ મેલબર્નની RMIT યુનિવર્સિટીમાં આર્ટ મૅનેજમેન્ટની માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતો હતો. ઑગસ્ટથી ઑક્ટોબર સુધી ૩ મહિનાનો વીકલી કોર્સ હતો. જૂ ગુઆંગલીનું ભણવાનું ચાલુ હતું, પણ તેની પ્રેમિકા ઑસ્ટ્રેલિયામાં ભણીને પાછી ચીન પહોંચી ગઈ એટલે ગુઆંગલીને ઑસ્ટ્રેલિયામાં સહેજેય ગમતું નહોતું. પ્રેમિકાને મળી શકાય અને સાથોસાથ ઘરનું જમવાનું પણ મળી રહે એટલે જુએ ઑસ્ટ્રેલિયા અને ચીન વચ્ચે અપ-ડાઉન શરૂ કર્યું. તે સવારે ૭ વાગ્યે વતન ડેઝોઉથી જિનાન જતો અને ત્યાંથી ફ્લાઇટ પકડતો. બીજા દિવસે મેલબર્નમાં ભણીને ત્રીજા દિવસે પાછો ઘરે આવી જતો. મેલબર્નમાં તે રહેતો હતો ત્યારે ૧૦,૦૦૦ યુઆન (૧,૧૬,૫૧૦ રૂપિયા)નું ભાડું ભરતો હતો. અપ-ડાઉન શરૂ કર્યું એ પછી દર અઠવાડિયે મુસાફરીનો ખર્ચ ૬૭૦૦ યુઆન (૭૮,૦૪૧ રૂપિયા)નો થતો અને એમાંથી ૪૭૦૦ યુઆન (૫૪,૭૪૫ રૂપિયા) રિટર્ન ટિકિટનું ભાડું, ટૅક્સીનું ભાડું અને જમવાના ખર્ચમાં વપરાતા હતા. મેલબર્નમાં એક રાત રોકાવું પડતું હતું એટલે ખર્ચો બચાવવા તે મિત્રના સોફા પર સૂઈ જતો. જુ મેલબર્ન રહેતો ત્યારે થતા માસિક ખર્ચ કરતાં ટ્રાવેલિંગ ખર્ચ વધી ગયો હોવા છતાં તે પ્રેમિકાને મળવા માટે ચીન જતો હતો.