મધ્ય પ્રદેશના ભીંડમાં ઘાયલ પશુ-પક્ષીઓની સેવા માટે ૧૦ લાખ રૂપિયાના ખર્ચે એક આશ્રમમાં ખાસ હૉલ બનાવવામાં આવ્યો છે.
આ ઘટના આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
મધ્ય પ્રદેશના ભીંડમાં ઘાયલ પશુ-પક્ષીઓની સેવા માટે ૧૦ લાખ રૂપિયાના ખર્ચે એક આશ્રમમાં ખાસ હૉલ બનાવવામાં આવ્યો છે. આ હૉલનું લોકાર્પણ કોઈ પ્રધાન કે નેતાએ નહીં પણ રોમા નામની વાંદરીએ કર્યું હતું. આ આશ્રમમાં લાંબા સમયથી ઘાયલ અને બેસહારા પશુઓની દેખભાળ રાખવામાં આવે છે. એમાં એક નવા હૉલનું નિર્માણ થયું હતું. આશ્રમના પરિવારનું કહેવું છે કે જ્યારે જાનવરોની સેવા માટે આ જગ્યા બનાવવામાં આવી છે તો એનું લોકાર્પણ પણ જાનવરના હસ્તે જ કરવામાં આવે. એ જ વિચારથી તેમણે રોમા નામની વાંદરીને એ સન્માન આપ્યું હતું. રોમાએ રિબન કાપીને ઉદઘાટન કરતાં લોકો ખુશ થઈ ગયા હતા. આ ઘટના આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

