મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ગઈ કાલે વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે કેટલાક પુરુષોએ એક સ્ત્રીના પૂતળાનું દહન કર્યું હતું. પત્ની-પીડિત પુરુષ આશ્રમના બૅનર સાથે પુરુષોના એક ગ્રુપે પરંપરાગત રાવણના પૂતળાને સ્થાને શૂર્પણખાનું પૂતળું બનાવ્યું હતું.
શૂર્પણખાદહન
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ગઈ કાલે વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે કેટલાક પુરુષોએ એક સ્ત્રીના પૂતળાનું દહન કર્યું હતું. પત્ની-પીડિત પુરુષ આશ્રમના બૅનર સાથે પુરુષોના એક ગ્રુપે પરંપરાગત રાવણના પૂતળાને સ્થાને શૂર્પણખાનું પૂતળું બનાવ્યું હતું અને એનું દહન કર્યું હતું. પુરુષ સંગઠનના પ્રમુખ ભારત ફુલારેનું કહેવું છે કે પુરુષોના અધિકારોની રક્ષા માટે દેશમાં પુરુષ આયોગ બનવું જોઈએ જેથી ઘરેલુ હિંસાના જૂઠા આરોપોથી પુરુષો બચી શકે અને ન્યાય મળી શકે, અમારી આ માગણી સરકાર સુધી પહોંચાડવા માટે અમે અલગ પ્રકારે ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.
