વર્ચ્યુઅલ કોર્ટમાં આવી અશિસ્તતા વારંવાર જોવા મળી રહી છે. નવાઈની વાત એ છે કે આ કેસમાં આ વ્યક્તિ મુખ્ય ફરિયાદકર્તા હતો.
વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે
ગુજરાત હાઈ કોર્ટમાં હિયરિંગ માટે બેઠેલા એક માણસનો વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. ૨૦ જૂનનો કિસ્સો છે. જસ્ટિસ નિરજર એસ. દેસાઈની અદાલતમાં એક વર્ચ્યુઅલ હિયરિંગ ચાલી રહ્યું હતું એ વખતે સમદ બૅટરી નામથી લૉગ-ઇન થયેલી એક વ્યક્તિએ ટૉઇલેટમાં બેઠાં-બેઠાં ભાગ લીધો હતો. તેના કૅમેરાને ઍડ્જસ્ટ કરતાં પાછળની તરફ ટૉઇલેટની ટાંકી ચોખ્ખી દેખાઈ રહી હતી. તેણે બ્લુટૂથ ઇઅરફોન લટકાવેલાં હતાં. માત્ર તે બેઠો-બેઠો સાંભળતો હતો એવું નહોતું. તે ટૉઇલેટ વાપર્યા પછી પાણીથી સફાઈ કરીને બહાર નીકળીને વૉશરૂમમાંથી નીકળીને બીજી રૂમમાં ચાલીને જતો પણ જોવા મળે છે. આ કોર્ટની સરાસર અવમાનના કહેવાય. વર્ચ્યુઅલ કોર્ટમાં આવી અશિસ્તતા વારંવાર જોવા મળી રહી છે. નવાઈની વાત એ છે કે આ કેસમાં આ વ્યક્તિ મુખ્ય ફરિયાદકર્તા હતો.

