Kolkata Rape Case: કોલકાતાની લૉ કૉલેજમાં વિદ્યાર્થીની પર થયેલા ગેંગરેપના કેસમાં નવા ખુલાસા થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓએ અગાઉથી હુમલાની યોજના બનાવી હતી અને તેમનો વિદ્યાર્થીનીઓનું જાતીય શોષણ કરવાનો ઇતિહાસ છે.
મનોજીત મિશ્રા (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
કોલકાતાની લૉ કૉલેજમાં વિદ્યાર્થીની પર થયેલા ગેંગરેપના કેસમાં નવા ખુલાસા થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓએ અગાઉથી હુમલાની યોજના બનાવી હતી અને તેમનો વિદ્યાર્થીનીઓનું જાતીય શોષણ કરવાનો ઇતિહાસ છે. મુખ્ય આરોપી, તૃણમૂલ કાર્યકર મનોજીત મિશ્રા, પ્રભાવશાળી રહ્યો છે અને તેની સામે અગાઉ અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે.
કોલકાતાની લૉ કૉલેજમાં એક વિદ્યાર્થીની પર થયેલા કથિત ગેંગરેપના કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે પોલીસે ખુલાસો કર્યો છે કે ધરપકડ કરાયેલા ચાર લોકોમાંથી ત્રણ લોકોએ આ હુમલાની યોજના અગાઉથી બનાવી હતી.
ADVERTISEMENT
આરોપીઓ ભૂતકાળમાં પણ અન્ય છોકરીઓનું જાતીય શોષણ કર્યું હતું
ઘટનાની તપાસ કરી રહેલી નવ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના અધિકારીઓએ એ પણ શોધી કાઢ્યું કે ત્રણ આરોપી મનોજીત મિશ્રા, પ્રતિમ મુખર્જી અને ઝૈદ અહેમદનો કૉલેજની છોકરીઓનું જાતીય શોષણ કરવાનો ઇતિહાસ રહ્યો છે.
સિક્યોરીટી ગાર્ડ મોબાઈલમાં વીડિયો રેકોર્ડીંગ કરતો હતો
પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં ચોથો આરોપી કૉલેજનો સુરક્ષા ગાર્ડ છે. અધિકારીના જણાવ્યા મુજબ, ત્રણેય પોતાના મોબાઇલ ફોન પર આવી ઘટનાઓ રેકોર્ડ કરતા હતા અને બાદમાં તેનો ઉપયોગ પીડિતોને બ્લેકમેલ કરવા માટે કરતા હતા.
કોલકાતાની સાઉથ કોલકાતા લૉ કૉલેજમાં એક વિદ્યાર્થિની પર થયેલા ગેંગરેપની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીએ સુરક્ષા ગાર્ડનું મોં બંધ કરવા માટે તેનો ફોન છીનવી લીધો હતો. પોલીસે ઘટનાના દિવસે બપોરે કૉલેજમાં હાજર રહેલા 17 વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી છે. આ વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવશે.
છેડતી, ઉત્પીડન, હુમલાનો ઇતિહાસ
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટનાનો મુખ્ય આરોપી, તૃણમૂલ કૉંગ્રેસનો કાર્યકર મનોજીત મિશ્રા, શરૂઆતથી જ ખૂબ પ્રભાવશાળી રહ્યો છે. ગયા વર્ષે એપ્રિલમાં પોલીસને માર મારવાના કેસમાં તેને સરળતાથી જામીન પણ મળી ગયા હતા. તેની સામે છેડતી, ઉત્પીડન, હુમલો અને પૈસા વસૂલીની અનેક ફરિયાદો પોલીસમાં નોંધાઈ હતી.
છોકરીઓની પ્રાયવેટ રેકોર્ડીંગ કરતો હતો
કૉલેજના સૂત્રો અનુસાર, મનોજીત, જેને `મેંગો` તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો મહિલાઓના ખાનગી ક્ષણો રેકોર્ડ કરવાનો, તેમના ચિત્રોને મોર્ફ કરવાનો અને મનોરંજન અને ઉપહાસ માટે વોટ્સએપ ગ્રુપમાં શૅર કરવાનો લાંબો ઇતિહાસ છે.
શું છે સમગ્ર મામલો?
કોલકાતાના કસ્બા વિસ્તારમાં આવેલી દક્ષિણ કોલકાતા લૉ કૉલેજમાં ગેંગરેપના ગંભીર કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના 25 જૂનના રોજ સાંજે 7:30 થી 10:50 વાગ્યાની વચ્ચે કૉલેજ કેમ્પસની અંદર બની હતી. ત્રણેય આરોપીઓ વિદ્યાર્થીનીને એક રૂમમાં લઈ ગયા અને તેનો ગેંગરેપ કર્યો. પીડિતાની ફરિયાદ પર કસ્બા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તેના આધારે પોલીસે કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.

