સોશ્યલ મીડિયામાં એક યુવકે પોતાનો ટૅટૂ બનાવડાવવાનો અનુભવ શૅર કર્યો હતો.
વાઇરલ તસવીર
સોશ્યલ મીડિયામાં એક યુવકે પોતાનો ટૅટૂ બનાવડાવવાનો અનુભવ શૅર કર્યો હતો. ટૅટૂ છુંદાવવાની તેની ખૂબ ઇચ્છા હતી, પણ વધુ પૈસા ખર્ચી શકાય એમ નહોતા એટલે ભાઈસાહેબ રોડસાઇડ ટૅટૂ આર્ટિસ્ટ પાસે પહોંચી ગયા. તેને મસ્ત પાંખો ફેલાવીને હવામાં ઊડતું હોય એવું બાજ પંખી બનાવવું હતું. એની તસવીર પણ લઈને તે ગયેલો. જોકે ટૅટૂ બન્યા પછી તે પોતે હેબતાઈ ગયો. બાજ પંખીની પાંખોનો કોઈ શેપ નહોતો એટલું જ નહીં, એની ડોક પણ મરડાઈ ગયેલી હતી. છાતી પર જ આ છૂંદણું બનાવેલું હોવાથી હવે તેણે રોજ જોવું પડશે. ૩૨૦૦ રૂપિયામાં આ ટૅટૂ બનાવનારા યુવકનું કહેવું છે કે ટૅટૂ બનાવવાના પૈસા બચાવવા જતાં હવે એને કઢાવવા માટે પૈસા ભેગા કરવા પડશે.


