મેરઠના મુસ્કાન અને સાહિલના કાંડ પછી ઉત્તર પ્રદેશમાં પત્નીઓ ભાગી જાય તો પતિઓ રાહત અનુભવે છે. વાત છે ઉત્તર પ્રદેશના ગાઝીપુરની. આમ તો મંગલ યાદવ મૂળ બિહારના બક્સરનો છે અને હાલમાં મધ્ય પ્રદેશના ઇન્દોરમાં નોકરી કરે છે. અહીં તે અજય યાદવને મળ્યો.
મંગલ યાદવ અને તેની પત્ની
મેરઠના મુસ્કાન અને સાહિલના કાંડ પછી ઉત્તર પ્રદેશમાં પત્નીઓ ભાગી જાય તો પતિઓ રાહત અનુભવે છે. વાત છે ઉત્તર પ્રદેશના ગાઝીપુરની. આમ તો મંગલ યાદવ મૂળ બિહારના બક્સરનો છે અને હાલમાં મધ્ય પ્રદેશના ઇન્દોરમાં નોકરી કરે છે. અહીં તેની મુલાકાત ગાઝીપુરમાં રહેતા અજય યાદવ સાથે થઈ. બન્નેની દોસ્તી ધીમે-ધીમે ગાઢ થવા માંડી અને અજય મંગલના ઘરે આવ-જા કરતો થઈ ગયો. એ દરમ્યાન મંગલને સીતા નામની એક કન્યા સાથે પ્રેમ થઈ ગયો અને અઢી વર્ષ પહેલાં તેમણે લગ્ન કરી લીધાં હતાં. તેનાં લગ્ન પછી પણ અજય અવારનવાર મંગલના ઘરે આવતો, પણ એ દરમ્યાન અજય અને સીતા વચ્ચે નજદીકિયાં વધવા લાગી જેની મંગલને ખબર નહોતી. છેલ્લે અજયે સીતાને ફોસલાવીને ભાગવા માટે રાજી કરી લીધી અને બન્ને ભાગીને ગાઝીપુર આવી ગયાં. આ તરફ મંગલ પત્નીને શોધતો-શોધતો ગાઝીપુરના મરહદ ભવાનીપુર ગામ પહોંચ્યો જ્યાં અજયનું ઘર હતું. એ ઘરમાં તેને પત્ની સીતા જોવા મળી. તેણે પહેલાં તો પત્નીને મનાવીને પાછી આવી જવાનું કહ્યું, પણ સીતા આવવા તૈયાર નહોતી. દોસ્તે જ કરેલા દગાથી મંગલ પહેલાં તો હેબતાઈ ગયો, પણ સીતાએ આવવાની ના પાડી એ પછી તેણે પોલીસમાં કરેલી ફરિયાદ પાછી ખેંચી લઈને કહ્યું, ‘અચ્છા હુઆ, મેરી પત્ની પહલે હી ભાગ ગઈ. અગર સમય રહતે નહીં ભાગતી તો શાયદ મેરી લાશ કિસી ડ્રમ મેં મિલતી.’ મંગલનું માનવું છે કે પત્ની ભાગી ગઈ એ જ રાહતની વાત છે, નહીંતર તેની હાલત પણ ખરાબ થઈ હોત.

