Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બાર્બી ડૉલ જેવા દેખાવા સર્જરીઓ કરાવી, રિવર્સ સર્જરીઓ કરાવીને પાછી પહેલાં જેવી થઈ

બાર્બી ડૉલ જેવા દેખાવા સર્જરીઓ કરાવી, રિવર્સ સર્જરીઓ કરાવીને પાછી પહેલાં જેવી થઈ

Published : 12 June, 2025 12:57 PM | IST | Buckinghamshire
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાર્બી ડૉલ જેવા દેખાવા ૧.૨૫ કરોડની પ્લાસ્ટિક સર્જરીઓ કરાવી હતી, એ મહિલા હવે રિવર્સ સર્જરીઓ કરાવીને પાછી પહેલાં જેવી થઈ ગઈ

પહેલાં (ડાબે અને વચ્ચે), અત્યારે

અજબગજબ

પહેલાં (ડાબે અને વચ્ચે), અત્યારે


બ્રિટનના બકિંગહૅમ ટાઉનમાં રહેતી ટ્રેસી કિસ નામની ૩૬ વર્ષની મહિલા જુવાન હતી ત્યારે તેને બાર્બી ડૉલ જેવા લુકનું ઘેલું લાગેલું. તેણે પોતાના શરીરમાં જાતજાતની પ્લાસ્ટિક સર્જરીઓ કરાવીને શરીરને સુડોળ બનાવવાના નામે ભદ્દું કરી નાખેલું. તેણે પાંચ બ્રેસ્ટ સર્જરી, ચિન લિપોસક્શન, નોઝ જૉબ, બ્રાઝિલિયન બટ લિફ્ટ જેવી અનેક કૉસ્મેટિક સર્જરીઓ કરાવીને લુકને બાર્બી જેવો કરવાનો પ્રયત્ન કરેલો. તે દર વખતે આવી સર્જરીઓ કરાવીને સોશ્યલ મીડિયા પર નવી તસવીરો મૂકતી અને દર વખતે તેના ફૉલોઅર્સ વધતા રહેતા. ૧૨ લાખ ફૉલોઅર્સ ધરાવતા ટ્રેસીને સોશ્યલ મીડિયા પર ફાયદો થતો હતો, પરંતુ તેને નજરે જોનારા અને આસપાસના લોકો બહુ ટોણા મારતા રહેતા. ટ્રેસીને નકલી, ઓવરડન અને ડ્રામેટિક કહેતા લોકો તેની બાર્બી જેવી ખૂબસૂરતીને ખાસ ગણકારતા નહીં. બલ્કે એ માટે તેને ટ્રોલ પણ બહુ કરવામાં આવી. લોકોના ટોણા પછી તેને પણ સમજાયું કે અરીસામાં તે પોતાનો જ ચહેરો ઓળખી શકતી નથી. તેને આઇડેન્ટિટી ક્રાઇસિસ ફીલ થવા લાગી. પોતાની ભૂલ સમજાતાં તેણે શરીરમાં કરાવેલા બદલાવોને રિવર્સ કરવાની સર્જરી કરાવી. બ્રેસ્ટ રિક્શન કરાવીને સાઇઝને પહેલાં જેવી નૉર્મલ કરી. વારંવાર બૉટોક્સ, ફિલર્સ, લૅશીઝ જેવી ટ્રીટમેન્ટ્સ કરાવવાનું બંધ કરી દીધું. ત્યારે તેને ધીમે-ધીમે પોતાના સાદા દેખાવ માટે આત્મવિશ્વાસ મહેસૂસ થવા લાગ્યો. હવે તે સુંદર દેખાવા માટે મેકઅપ પણ નથી કરતી. તેનું કહેવું છે કે ‘હવે હું બીજાને ઇમ્પ્રેસ કરવા માટે નહીં, માત્ર મારા માટે જીવું છું. સુંદર દેખાવા મને કૉસ્મેટિક્સ નથી જોઈતાં.’


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2025 12:57 PM IST | Buckinghamshire | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK