Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પત્ની રિસાઈને પિયર જતી રહી તો પતિએ ૨૦૦ ફુટ ઊંચા ટાવર પર ચડીને બૅનર ફરકાવ્યું : પાછી આવી જા, પ્લીઝ

પત્ની રિસાઈને પિયર જતી રહી તો પતિએ ૨૦૦ ફુટ ઊંચા ટાવર પર ચડીને બૅનર ફરકાવ્યું : પાછી આવી જા, પ્લીઝ

Published : 08 September, 2026 11:02 AM | IST | Nanded
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પત્ની રિસાઈને પિયર જતી રહી તો પતિએ ૨૦૦ ફુટ ઊંચા ટાવર પર ચડીને બૅનર ફરકાવ્યું : પાછી આવી જા, પ્લીઝ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબ ગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાંથી પ્રેમ, તકરાર અને હાઈ ડ્રામાનો વાઇરલ કિસ્સો સામે આવ્યો છે. અહીં પત્ની સાથે ઝઘડો થયા બાદ પત્ની રિસાઈને પિયર જતી રહેતાં તેને મનાવવા માટે ૪૦ વર્ષનો પતિ સીધો ૨૦૦ ફુટ ઊંચા મોબાઇલ ટાવર પર ચડી ગયો હતો.

ફિલ્મ ‘શોલે’ જેવી આ ઘટના નાંદેડના લોહા બસ-સ્ટૅન્ડ પાસે બની હતી. સવારે ૮ વાગ્યે બેટમોગરા ગામનો રહેવાસી શાહદુલ શેખ અચાનક ૨૦૦ ફુટ ઊંચા ટાવર પર ચડી ગયો અને ટોચ પર જઈને એક મોટું બૅનર ફરકાવવા લાગ્યો. આ દૃશ્ય જોઈને રસ્તા પર વાહનોનાં પૈડાં થંભી ગયાં હતાં અને સેંકડો લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં.



શાહદુલ અને તેની પત્ની બન્ને સાંભળી કે બોલી શકતાં નથી. થોડા દિવસ પહેલાં દંપતી વચ્ચે કોઈ વાતને લઈને તકરાર થઈ હતી એટલે પત્ની રિસાઈને પિયર ચાલી ગઈ હતી. પત્નીનો વિરહ સહન ન થતાં પતિએ અનોખો રસ્તો અપનાવ્યો. તેણે ટાવર પરથી બૅનર લહેરાવ્યું, જેમાં સાસરિયાંઓને વિનંતી કરી હતી કે ‘મારી પત્નીને પાછી મોકલી દો અને અમારો સંસાર બચાવી લો. નહીંતર હું અહીંથી કૂદી પડીશ.’


ટાવર નીચે વિડિયો ઉતારતા લોકોની ભીડ જામી ગઈ અને પોલીસનો કાફલો પણ તેને નીચે ઉતારવા મથામણ કરવા લાગ્યો હતો. આખરે તેની પત્ની ઘટનાસ્થળે પહોંચી ત્યારે પતિદેવ શાંતિથી ટાવર પરથી નીચે ઊતરી આવ્યા હતા. પત્નીને મનાવવા માટે પતિનો ‘શોલે’ સ્ટાઇલના સ્ટન્ટનો આ વિડિયો હાલ સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થઈ રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2026 11:02 AM IST | Nanded | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK