ઓડિશાના બહેરામપુરમાં ૮૦ વર્ષના દાદાને બેભાન અવસ્થામાં હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ઓડિશાના બહેરામપુરમાં ૮૦ વર્ષના દાદાને બેભાન અવસ્થામાં હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમનાથી શ્વાસ નહોતો લઈ શકાતો, કેમ કે તેઓ દાતણ ગળી ગયા હતા. આ દાતણ પણ નાનું નહીં, ૯ ઇંચ લાંબું હતું. અન્નનળીમાં ફસાઈ ગયેલા દાતણને કાઢવા માટે મોંમાં હાથ નાખવા જતાં એ વધુ ને વધુ ફસાઈને ઊંડું ઊતરી ગયું હતું. ડૉક્ટરોએ તાત્કાલિક એન્ડોસ્કૉપિક સર્જરી કરીને લાંબા સાધનથી ગળામાં ઊતરી ગયેલા દાતણને બહાર કાઢ્યું હતું.

