Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૩૦ ઘરોને પીવાનું પાણી પૂરું પાડતી ટાંકીમાં જંતુનાશક દવા ભેળવી દેવામાં આવી

૩૦ ઘરોને પીવાનું પાણી પૂરું પાડતી ટાંકીમાં જંતુનાશક દવા ભેળવી દેવામાં આવી

Published : 14 February, 2026 08:14 PM | IST | Shimla
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આખા ગામને મારી નાખવા માટે ૩૦ ઘરોને પીવાનું પાણી પૂરું પાડતી ટાંકીમાં જંતુનાશક દવા ભેળવી દેવામાં આવી

૩૦ ઘરોને પીવાનું પાણી પૂરું પાડતી ટાંકીમાં જંતુનાશક દવા ભેળવી દેવામાં આવી

૩૦ ઘરોને પીવાનું પાણી પૂરું પાડતી ટાંકીમાં જંતુનાશક દવા ભેળવી દેવામાં આવી


હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના રોહડુ ક્ષેત્રના એક આખા ગામને મારી નાખવાનું ષડયંત્ર ખુલ્લું પડ્યું હતું. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, કેમ કે કોઈકે ગામનાં ૩૦ ઘરોને પીવાનું પાણી પૂરું પાડતી ટાંકીમાં જ ઝેરી જંતુનાશક દવા નાખી દીધી હતી. ગનીમત રહી કે કેટલાક સ્થાનિક રહેવાસીઓને પીવાના પાણીમાં દવા જેવી વાસ આવતાં તેમણે આસપાસના લોકોને પણ પાણી પીતા રોક્યા હતા. આસપાસનાં ઘરોમાં તપાસ કરતાં લગભગ ૨૦૦ લોકોના આખા આવાસમાં આ સમસ્યા જણાઈ હતી. આ તમામ ઘરોમાં એક જ ટાંકીમાંથી પાણી પૂરું પડતું હતું. 
બરેઠુ ગામના આદર્શ શર્મા નામના રહેવાસીને સૌથી પહેલાં આ ગંધ મહેસૂસ થયેલી. બપોરે તેઓ ભોજન કરવા બેઠેલા ત્યારે દવાની ગંધવાળું પાણી જણાતાં તેમણે આસપાસનાં ઘરોમાં તપાસ કરી હતી. એ પછી પાણીનું સૅમ્પલ લઈને જળશક્તિ વિભાગને તપાસ માટે મોકલતાં ખબર પડી હતી કે પાણીમાં મોટી માત્રામાં જંતુનાશક દવા ભેળવવામાં આવી હતી. ૩૦ ઘરોમાં લગભગ ૨૦૦થી વધુ લોકો રહેતા હતા અને એ તમામ પર આ દવાવાળા પાણીથી જોખમ ઊભું થયું હતું. આવું કરનાર કોણ હતું એની શોધ પોલીસે શરૂ કરી છે. સફરજનના બાગમાં નાખવામાં આવતી ખૂબ જ ઝેરીલી દવા એમાં ભેળવવામાં આવેલી. એ માણસો માટે ખૂબ ખતરનાક હોય છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2026 08:14 PM IST | Shimla | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK