રાજસ્થાનના કોટા જિલ્લામાં વરસાદ બાદ ગામમાં ઘૂસેલા પાંચ ફૂટના મગરને પ્રાણીપ્રેમી હયાત ખાને જીવના જોખમે રેસ્ક્યુ કર્યો. મગરને ખભા પર ઊંચકીને બાઇક મારફતે ચંબલ નદીમાં સુરક્ષિત છોડવામાં આવ્યો.
મગરને ખભે ઊંચક્યો અને બાઇક પર બેસાડીને ચંબલ નદીમાં છોડ્યો
રાજસ્થાનના કોટા જિલ્લાના એક ગામમાં વરસાદ પછી એક મગર ગામમાં માણસોની વસ્તીમાં ઘૂસી આવ્યો હતો. પાંચ ફુટનો મગર ભૂખ્યો હોવાથી ખૂબ હિંસક પણ હતો. જોકે ગામમાં ટાઇગરના હુલામણા નામે જાણીતા હયાત ખાન નામના પ્રાણીપ્રેમીએ મગરને રેસ્ક્યુ કર્યો હતો. સૌથી પહેલાં હયાત ખાને મગર પર બેસીને એના મોં પર પટ્ટી બાંધી દીધી હતી. એ પછી એના આગળ અને પાછળનાં પગ પણ બાંધી દીધા હતા, જેથી એને ઉપાડતી વખતે એ કોઈ રીતે હુમલો ન કરી શકે. મગર ૫૦ કિલોનો જ હોવા છતાં ખૂંખાર મૂડમાં હતો. એમ છતાં હયાત ખાને પહેલાં તો એને ખભે ઊંચકી લીધો હતો અને પછી બીજા માણસની સહાયથી બાઇક પર લઈ જઈને ચંબલ નદીમાં છોડી મૂક્યો હતો.
