કોલ્હાપુરના બાનગે ગામમાં એક ભેંસે બે માથાવાળા વછેરાને જન્મ આપ્યો છે.
બે માથાવાળા વછેરાનો જન્મ
કોલ્હાપુરના બાનગે ગામમાં એક ભેંસે બે માથાવાળા વછેરાને જન્મ આપ્યો છે. ખેડૂત સુરેશ સુતારના ઘરે આ વછેરું જન્મ્યું હતું. બે માથાં ધરાવતું આ વછેરું સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં સ્થાનિક લોકો એને જોવા ઊમટ્યા છે. સુરેશ આ વછેરાની ખૂબ કાળજી કરે છે. એને નવડાવીને ચોખ્ખું રાખે છે. બે સ્વતંત્ર મોઢાં ધરાવતું આ વછેરું કયા મોંએ ખાવાનું ખાય છે એ જોવાનું અચરજ છે. જોકે બે માથાના વજનને કારણે એને ઊભા રહેવામાં મુશ્કેલી પડી રહી છે. જ્યારે ભ્રૂણ જોડિયાં બનવાની પ્રક્રિયા દરમ્યાન પૂરેપૂરો વિભાજિત નથી થઈ શકતો ત્યારે એકમેક સાથે જોડાયેલા શરીરવાળું બચ્ચું જન્મે છે.

