મોનિકાની આ હરકતને પગલે ઇન્ટરનેટ પર મોટા પાયે તેની ટીકા થઈ હતી. તેની આ હરકતને ભારતીય સંસ્કૃતિનું અપમાન ગણવામાં આવ્યું હતું
મોનિકા કબીર નામની બંગલાદેશી મૉડલ સાડી પહેરતી હોવાનો એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયો
ભારતના દુશ્મન અને પાકિસ્તાનના દોસ્ત એવા ટર્કીમાં ભીડભાડવાળા જાહેર સ્થળે મોનિકા કબીર નામની બંગલાદેશી મૉડલ સાડી પહેરતી હોવાનો એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયો છે. લાલ બ્લાઉઝ અને લેગિંગ્સ પહેરીને આવેલી આ ઇન્ફ્લુએન્સરે પોતાની બૅગમાંથી લાલ ઘાઘરો અને સાડી કાઢીને જાહેરમાં એ પહેર્યાં હતાં. આ વિડિયો તેણે પોતે ઇન્સ્ટાગ્રામ પર મૂકીને સાથે લખ્યું હતું : ટર્કીના રસ્તા પર ભારતીય પરંપરાગત પોશાક.
મોનિકાની આ હરકતને પગલે ઇન્ટરનેટ પર મોટા પાયે તેની ટીકા થઈ હતી. તેની આ હરકતને ભારતીય સંસ્કૃતિનું અપમાન ગણવામાં આવ્યું હતું. લોકોએ ભારપૂર્વક જણાવ્યું કે સાડી પહેરવી પ્રશંસનીય છે, પણ રસ્તા પર આવું કરવું એ એક પબ્લિસિટી સ્ટન્ટ છે અને આ પ્રકારની વિચિત્ર વસ્તુઓ કરવાનું બંધ કરો.

