ફ્રેન્ચ લક્ઝરી ફૅશન હાઉસ શનેલે એક વિયર્ડ પ્રોડક્ટ લૉન્ચ કરીને ફરીથી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. શનેલના એક ક્રૂઝ-શોમાં જૂતાંની અવનવી સ્ટાઇલ મૉડલ્સ પહેરીને રજૂ કરી રહી હતી
આ જૂતાંની કિંમત ૨૫,૦૦૦થી ૯૦,૦૦૦ની વચ્ચે રાખવામાં આવી છે
ફ્રેન્ચ લક્ઝરી ફૅશન હાઉસ શનેલે એક વિયર્ડ પ્રોડક્ટ લૉન્ચ કરીને ફરીથી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. શનેલના એક ક્રૂઝ-શોમાં જૂતાંની અવનવી સ્ટાઇલ મૉડલ્સ પહેરીને રજૂ કરી રહી હતી. એમાં કેટલીક મૉડલે જે જૂતાં પહેર્યાં હતાં એ જોઈને ભલભલા દંગ રહી ગયા. જૂતાં પગનાં તળિયાંને સપોર્ટ અપાવા માટે હોય, પણ શનેલ ફૅશન હાઉસનાં જૂતાંને સોલ એટલે કે તળિયું જ નથી. તળિયાં વિનાનાં આ શૂઝ પહેર્યા પછી પણ તમે જાણે ખુલ્લા પગે ચાલતા હો એવું લાગે છે. માત્ર પગની હીલ્સ પાસે એક સપોર્ટ છે અને એની સાથે દોરી જેવી રચની કરી છે જેને ઍન્કલ પર જાણે સૅન્ડલ પહેરતા હો એમ બાંધવાની છે. જૂતાંને તળિયું જ નથી અને છતાં હીલ અને ઍન્કલ પર બાંધવાનું બક્કલ છે. નવાઈની વાત એ છે કે ૨૦૨૬ના પહેલા ત્રણ મહિનાની સૌથી હૉટ બ્રૅન્ડ તરીકે શનેલના ક્રીએટિવ ડિરેક્ટર મૅથ્યુ બ્લેજીનું આ ક્રીએશન છે. તળિયાં વિનાનાં જૂતાંનો નવો કન્સેપ્ટ સમુદ્રકિનારે ફરવા માટે છે. જોકે એ જૂતાં પહેર્યાં પછી પણ પગ ખુલ્લા જ રહે છે. આ નવી ડિઝાઇન જોઈને ઇન્ટરનેટ પર ચર્ચા છેડાઈ છે કે પગને કોઈ જ પ્રોટેક્શન ન આપે એવાં ખુલ્લાં જૂતાંને ખરેખર જૂતાં કહેવાં કે કેમ? આ તો સ્ટ્રૅપવાળો હીલ કપ જ કહેવાય.
કૅપ હીલ સૅન્ડલ તરીકે ફૅશન શોમાં રજૂ કરવામાં આવેલાં આ જૂતાં ઑફિશ્યલ વેબસાઇટ પર લિસ્ટેડ નથી. જોકે એની કિંમત ૨૫,૦૦૦થી ૯૦,૦૦૦ની વચ્ચે રાખવામાં આવી છે.
