કોઈ કાળે રોકાવા ન માગતી SUVએ આખરે ૧૧ કિલોમીટર દૂર એક પોલીસ-ચેકપોસ્ટ પર બૅરિકેડ્સ પાસે રોકાવું પડ્યું.
SUVમાં ફસાઈને સ્કૂટી ૧૧ કિલોમીટર સુધી રોડ પર ઘસડાતી રહી, ચોતરફ તણખા ઝરતા રહ્યા
લખનઉના લુલુ મૉલ પાસે રવિવારની રાતે એક ખોફનાક ઘટના બની હતી. ફુલ સ્પીડમાં દોડી રહેલી એક SUV કારે એક સ્કૂટીને ઝપટમાં લઈ લીધી હતી. ટક્કરને કારણે એના પર સવાર ભાઈ-બહેન ફંગોળાઈને દૂર જઈ પડ્યાં હતાં, પણ સ્કૂટી SUVમાં ફસાઈ રહી હતી. ટક્કરને કારણે ગભરાઈ ગયેલા SUVના ચાલકે કાર થોભાવવાને બદલે ઑર ઝડપથી દોડાવી દીધી હતી.
लखनऊ में लुलु मॉल के पास तेज़ रफ्तार SUV की टक्कर से स्कूटी सवार भाई - बहन छिटक कर गिरे दूर pic.twitter.com/vN46ohxFTE
— Priya singh (@priyarajputlive) March 25, 2025
ADVERTISEMENT
કારની નીચે ફસાયેલી સ્કૂટી રોડ સાથે ઘસડાતી રહી હોવાથી એમાંથી આગના તણખા ઝરતા રહ્યા, પણ ચાલકે કાર રોકી જ નહીં. એ દરમ્યાન અનેક વાહનચાલકો કારની અડફેટમાં આવતાં માંડ બચ્યા હતા. સ્કૂટીના ચાલકને ખાસ ઇન્જરી ન થઈ, પણ તેણે આ ઘટનાની ફરિયાદ પોલીસને કરી છે. કોઈ કાળે રોકાવા ન માગતી SUVએ આખરે ૧૧ કિલોમીટર દૂર એક પોલીસ-ચેકપોસ્ટ પર બૅરિકેડ્સ પાસે રોકાવું પડ્યું.

