આ બકરીએ કુલ ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો હતો, એમાંથી એક બકરો છે, એક બકરી છે અને એક ભેંસ જેવું દેખાતું બચ્ચું છે
આસપાસના વિસ્તારમાં લોકો કુતૂહલવશ એ બચ્ચું જોવા ઊમટ્યા છે
બિહારના સિમરા ગામમાં એક બકરીએ ભેંસ જેવા દેખાતા બચ્ચાને જન્મ આપ્યો હતો. એને કારણે આસપાસના વિસ્તારમાં લોકો કુતૂહલવશ એ બચ્ચું જોવા ઊમટ્યા છે. નવાઈની વાત એ છે કે આ બકરીએ કુલ ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો હતો. એમાંથી એક બકરો છે, એક બકરી છે અને એક ભેંસ જેવું દેખાતું બચ્ચું છે. ગામમાં ત્રિવેણી ઠાકુરને ત્યાં છેલ્લાં બે વર્ષથી બકરી પાળવામાં આવે છે. થોડા દિવસ પહેલાં બકરીને લોકલ નિષ્ણાત પાસે લઈ જઈને એને ગર્ભધારણ કરાવાયો હતો. આ ગર્ભાવસ્થાથી ત્રણ બચ્ચાં જન્મ્યાં હતાં. જોકે ત્રીજું જે બચ્ચું જન્મ્યું છે એ રંગરૂપ અને આકારથી જરાય બકરી જેવું દેખાતું નથી, બલ્કે એ કાળી ભેંસનું બચ્ચું હોય એવું હતું. એના હાથ-પગ લાંબા હતા અને માથું ભારે હતું. નૅચરલ ડિલિવરીથી જન્મેલું આ બચ્ચું સ્વસ્થ નહોતું એમ છતાં પશુચિકિત્સકને બોલાવવામાં આવ્યા નહોતા. એને કારણે જન્મના પાંચ જ કલાકમાં બચ્ચું મૃત્યુ પામ્યું હતું.

