કબર સાથે પણ છેડછાડ થતી હોવાનું જણાયું છે. આસપાસના CCTV કૅમેરામાં ચારથી પાંચ લોકો કબ્રસ્તાનની આસપાસ શંકાસ્પદ સ્થિતિમાં ઘૂમતા જોવા મળ્યા છે.
જયપુરમાં શાસ્ત્રીનગર પાસે નાહરી નાકાના કબ્રસ્તાનમાંથી કફનની ચોરી થઈ રહી
કબ્રસ્તાનમાં દફનાવાયેલી લાશો પણ હવે સુરક્ષિત નથી રહી. જયપુરમાં શાસ્ત્રીનગર પાસે નાહરી નાકાના કબ્રસ્તાનમાંથી કફનની ચોરી થઈ રહી છે. નવાઈની વાત એ છે કે એ કફન પણ માત્ર મહિલાઓની કબરમાંથી જ ચોરાઈ રહ્યાં છે. છેલ્લા થોડાક દિવસથી લગાતાર મહિલાઓની કબરમાં ઢાંકવામાં આવેલાં કફન ગાયબ થઈ ગયાં છે. કબર સાથે પણ છેડછાડ થતી હોવાનું જણાયું છે. આસપાસના CCTV કૅમેરામાં ચારથી પાંચ લોકો કબ્રસ્તાનની આસપાસ શંકાસ્પદ સ્થિતિમાં ઘૂમતા જોવા મળ્યા છે.

