° °

આજનું ઇ-પેપર
Saturday, 16 October, 2021


વિધાનસભામાં ડિબેટ દરમ્યાન સિદ્ધારમૈયાની ધોતી નીકળી ગઈ

25 September, 2021 04:32 PM IST | Karnataka | Gujarati Mid-day Correspondent

કર્ણાટક વિધાનસભામાં બે દિવસ પહેલાં રમૂજી બનાવ બની ગયો હતો

સિદ્ધારમૈયા

સિદ્ધારમૈયા

કર્ણાટક વિધાનસભામાં બે દિવસ પહેલાં રમૂજી બનાવ બની ગયો હતો. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિપક્ષી નેતા કૉન્ગ્રેસના સિદ્ધારમૈયા ગૃહમાં એક ડિબેટમાં ભાગ લઈ રહ્યા હતા અને પોતાનાં મંતવ્યો જણાવી રહ્યા હતા ત્યારે તેમનું ધોતિયું નીકળી ગયું હતું. તેમને તો ખબર નહોતી પડી, પણ સાથી વિધાનસભ્ય ડી. કે. શિવકુમારે તેમની નજીક જઈને તેમના કાનમાં ધોતિયું નીકળી રહ્યું હોવાના ‘ન્યુઝ’ આપ્યા ત્યારે સિદ્ધારમૈયાએ ‘એવું છે!’ કહીને તરત વાંકા વળીને ધોતિયું સરખું કરવાની શરૂઆત કરી હતી અને પોતે ધોતિયું બરાબર પહેરી લે ત્યાર પછી ડિબેટ ફરી શરૂ કરશે એવી જાહેરાત પણ કરી દીધી. તેઓ ધોતિયું કસીને બાંધતાં બોલ્યા, ‘કોવિડની બીમારીમાંથી સાજા થયા બાદ મારું વજન ૪-૫ કિલો વધી ગયું છે અને મારું પેટ થોડું વધી ગયું છે એટલે ધોતી સરખી બંધાયેલી રહેતી નથી.’

એ વખેતે ગૃહમાં રમૂજ ફેલાઈ ગઈ હતી. સિદ્ધારમૈયાની આ ડિબેટ એક ગૅન્ગ-રેપ કેસમાં મૈસૂરની પોલીસનો જે અભિગમ રહ્યો છે એના પર થઈ રહી હતી.

25 September, 2021 04:32 PM IST | Karnataka | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

ડ્રોનની મદદથી પોલીસે હાઈ ટેન્શન વાયરમાં ફસાયેલા કબૂતરને બચાવ્યું

પ્રાપ્ત માહિતી અનુસાર આ પક્ષી લગભગ ૧૨ કરતાં પણ વધુ કલાકથી ઇલેક્ટ્રિક વાયરમાં ફસાયેલું હતું

15 October, 2021 10:48 IST | Peru | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ટર્કીની આ મહિલાની હાઇટ સૌથી વધુ

આ પહેલાં ૧૮ વર્ષની વયે તે વિશ્વની સૌથી ઊંચી મહિલા ટીનેજર તરીકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન પામી હતી

15 October, 2021 10:47 IST | Turkey | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

બે માથાં અને છ પગવાળો કાચબો જન્મ્યો

આ જોડિયા કાચબાનું નામ મૅરી-કેટ અને એશ્લે ઑલ્સેન રાખવામાં આવ્યું છે

15 October, 2021 10:46 IST | Massachusetts | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK