સુરતના ઘોડદોડ રોડ પર આવેલી શ્રી સુરત પાંજરાપોળ દ્વારા દિવાળીના પાવન પર્વ પર ગૌસેવાનો અનોખો નજારો જોવા મળ્યો. અહીં ૫૦ બાય ૫૦ ફુટની વિશાળ અને ભવ્ય શાકભાજીની રંગોળી બનાવવામાં આવી હતી.
૨૦૨૬ કિલો શાકભાજીથી ભવ્ય રંગોળી
સુરતના ઘોડદોડ રોડ પર આવેલી શ્રી સુરત પાંજરાપોળ દ્વારા દિવાળીના પાવન પર્વ પર ગૌસેવાનો અનોખો નજારો જોવા મળ્યો. અહીં ૫૦ બાય ૫૦ ફુટની વિશાળ અને ભવ્ય શાકભાજીની રંગોળી બનાવવામાં આવી હતી. એ માટે ૨૦૨૬ કિલો રંગબેરંગી શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભક્તિ, શ્રદ્ધા અને ગૌસેવાના અનોખા સંગમસમાન આ રંગોળીને મહાપ્રસાદ તરીકે ગૌમાતાઓને અર્પણ કરવામાં આવ્યો હતો.
