સુરેશે પોલીસમાં ફરિયાદ કરી અને દીકરાના મૃત્યુ બાબતે તપાસ કરવા કહ્યું. તપાસ દરમ્યાન ભારતીના ફોનમાં મૃત દીકરાની તસવીર સુમિત્રાને મોકલી હતી એવી ખબર પડી હતી. આ મામલે પોલીસે કડક પૂછપરછ કરતાં બન્ને ભાંગી પડી હતી અને ગુનો કબૂલી લીધો હતો.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
તામિલનાડુના કૃષ્ણાગિરિમાં એક અત્યંત ચોંકાવનારો કેસ બન્યો છે. પચીસ વર્ષની ભારતી નામની એક મહિલાને લગ્ન પછી પણ તેની લેસ્બિયન ફ્રેન્ડ સુમિત્રા માટે ખૂબ લગાવ હતો. બન્નેને તાજેતરમાં ભારતીના પાંચ મહિનાના દીકરા ધ્રુવનની હત્યાના આરોપમાં પકડવામાં આવી હતી. ભારતીને ઑલરેડી બે દીકરીઓ હતી અને ત્રીજો દીકરો પાંચ મહિના પહેલાં જ જન્મ્યો હતો. ભારતીના પતિ સુરેશને થોડા સમય પહેલાં જ પત્નીના સમલૈંગિક સંબંધો વિશે ખબર પડી હોવાથી તેમની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. અચાનક એક દિવસ તેમના નવજાત બાળકનું મૃત્યુ થઈ ગયું. પાંચ મહિનાના બાળકને કંઈ જ નહોતું છતાં તે મૃત્યુ પામ્યું એ મામલે પતિને શંકા ગઈ. સુરેશે પોલીસમાં ફરિયાદ કરી અને દીકરાના મૃત્યુ બાબતે તપાસ કરવા કહ્યું. તપાસ દરમ્યાન ભારતીના ફોનમાં મૃત દીકરાની તસવીર સુમિત્રાને મોકલી હતી એવી ખબર પડી હતી. આ મામલે પોલીસે કડક પૂછપરછ કરતાં બન્ને ભાંગી પડી હતી અને ગુનો કબૂલી લીધો હતો.


